રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ભારતે છત્તીસગઢના સક્તી જિલ્લામાં એક થર્મલ પાવર પ્લાન્ટમાં બોઈલર ટ્યુબ ફાટવાથી 13 કામદારોના મૃત્યુ અને 20 અન્ય ઘાયલ થયાના અહેવાલોની સ્વતઃ નોંધ લીધી છે


રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે

આ અહેવાલમાં કામદારોને વળતર વિતરણની સ્થિતિ તેમજ ઘાયલોના સ્વાસ્થ્ય અંગેની માહિતી સામેલ હોવી જોઈએ

પોસ્ટેડ ઓન: 24 APR 2026 1:25PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ એક મીડિયા રિપોર્ટની સ્વતઃ નોંધ લીધી છે જેમાં જણાવાયું છે કે 14 એપ્રિલ, 2026ના રોજ છત્તીસગઢના સક્તિ જિલ્લામાં એક થર્મલ પાવર પ્લાન્ટમાં બોઈલર ટ્યુબ ફાટવાથી ઓછામાં ઓછા 13 કામદારો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. રિપોર્ટ અનુસાર, વિસ્ફોટથી ખૂબ જ ગરમ વરાળ નીકળી હતી જેને કામદાર ને અસર કરી હતી.

કમિશનને જાણવા મળ્યું છે કે આ સમાચાર રિપોર્ટ, જો સાચો હોય તો તે પીડિતોના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. તેથી, કમિશને મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અસરગ્રસ્ત કામદારોને વળતર વિતરણની સ્થિતિ તેમજ ઘાયલોના સ્વાસ્થ્ય વિશેની માહિતી સામેલ હોવાની અપેક્ષા છે.

15 એપ્રિલ, 2026ના રોજ પ્રકાશિત થયેલા મીડિયા રિપોર્ટ અનુસાર, બોઈલર બંધ કરીને ઠંડુ કર્યા પછી પોલીસે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ કામદારોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2255235) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी