ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શીખ ધર્મના બીજા ગુરુ શ્રી ગુરુ અંગદ દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


ગુરુ અંગદ દેવજીએ સેવા, ભક્તિ અને સામાજિક સુધારાને પોતાના જીવનનો મુખ્ય ભાગ બનાવ્યો

તેમણે ગુરુમુખી લિપિના વિકાસ દ્વારા શીખ ધર્મનો પ્રચાર કર્યો અને લંગર પરંપરા દ્વારા સમાનતા અને એકતાનો ઉપદેશ આપ્યો

તેમના ઉપદેશો આપણને સત્ય, સમર્પણ અને માનવતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે

પોસ્ટેડ ઓન: 18 APR 2026 11:06AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે શીખ ધર્મના બીજા ગુરુ શ્રી ગુરુ અંગદ દેવજીની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, “ગુરુ અંગદ દેવજીએ સેવા, ભક્તિ અને સામાજિક સુધારાને પોતાના જીવનનો મુખ્ય ભાગ બનાવ્યો હતો. તેમણે ગુરુમુખી લિપિના વિકાસ દ્વારા શીખ ધર્મનો પ્રચાર કર્યો અને લંગર પરંપરા દ્વારા સમાનતા અને એકતાનો ઉપદેશ આપ્યો હતો. તેમના ઉપદેશો આપણને સત્ય, સમર્પણ અને માનવતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. શીખ ધર્મના બીજા ગુરુ શ્રી ગુરુ અંગદ દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.”

 

SM/JY/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2253211) મુલાકાતી સંખ્યા : 18