પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તહેવારો નિમિત્તે ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પોસ્ટેડ ઓન:
15 APR 2026 7:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે દેશના વિવિધ ભાગોમાં અસંખ્ય તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આવા ઉત્સાહ અને આનંદથી ભરપૂર પ્રસંગો પર રાષ્ટ્ર તે મહેનતુ ખેડૂત ભાઈઓ અને બહેનોનો પ્રત્યે કૃતજ્ઞ છે, જે સમગ્ર દેશનું ભરણ-પોષણ કરે છે.
પ્રધાનમંત્રી સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।
पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥”
આ સુભાષિતનો અર્થ એ છે કે જેમ ખેડૂત દ્વારા વાવેલા એક નાનકડા બીજને જો યોગ્ય સમયે પાણી આપવામાં આવે તો તે સમયાંતરે પુષ્કળ લણણી આપે છે, તેવી જ રીતે, શુદ્ધ ઇરાદા સાથે હાથ ધરાયેલો એક નાનો પ્રયાસ પણ માણસને મોટી સફળતા આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું:
“તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં અનેક તહેવારો ઉજવવામાં આવ્યા છે. ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા આ પ્રસંગો માટે, આપણે આપણા મહેનતુ ખેડૂત ભાઈઓ અને બહેનોના આભારી છીએ જેઓ સમગ્ર રાષ્ટ્રનું પોષણ કરે છે.
“इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।
पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥”
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2252041)
મુલાકાતી સંખ્યા : 20
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam