પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

કૂનો નેશનલ પાર્કમાં ભારતમાં જન્મેલી માદા ચિત્તાએ જંગલમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો; ભારતની ચિત્તા સંરક્ષણ યાત્રામાં એક ઐતિહાસિક ક્ષણ: શ્રી ભૂપેન્દ્ર યાદવ

પોસ્ટેડ ઓન: 11 APR 2026 5:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે ભારતની ચિત્તા સંરક્ષણ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નને વધાવ્યું હતું, કારણ કે મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ગામિનીની ભારતમાં જન્મેલી માદા ચિત્તા - KGP12, જે ગામિનીના પ્રથમ લિટરનું (વેતરનું) બીજું બચ્ચું છે અને જેની ઉંમર 25 મહિના છે - તેણે જંગલમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી યાદવે આ ગતિવિધિને કૂનો નેશનલ પાર્ક અને દેશના વન્યજીવન સંરક્ષણ પ્રયાસો માટે "સીમાચિહ્નરૂપ ક્ષણ" ગણાવી હતી. તેમણે નોંધ્યું હતું કે ગામિનીની ભારતમાં જન્મેલી માદા ચિત્તા, જે એક વર્ષથી વધુ સમયથી જંગલમાં છે, તેણે કુદરતી પરિસ્થિતિઓમાં ચાર બચ્ચાને સફળતાપૂર્વક જન્મ આપ્યો છે, જે ચિત્તા પુનઃસ્થાપન કાર્યક્રમમાં એક મોટું પગલું છે.

કેન્દ્રીય મંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે 2022માં ચિત્તા પુનઃસ્થાપન શરૂ થયા પછી જંગલમાં નોંધાયેલ આ પ્રથમ જન્મ છે, અને નોંધપાત્ર રીતે, ભારતમાં જન્મેલી માદા ચિત્તા સાથે સંકળાયેલી આ પ્રથમ ઘટના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ગતિવિધિ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો હાંસલ કરવામાં મોટી સિદ્ધિ દર્શાવે છે—જે ભારતમાં કુદરતી પરિસ્થિતિઓમાં ચિત્તાઓના અસ્તિત્વ અને સંવર્ધનને સુનિશ્ચિત કરે છે.

શ્રી યાદવે જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતીય ઇકોલોજીકલ (પારિસ્થિતિક) પરિસ્થિતિઓમાં ચિત્તાઓના વધતા અનુકૂલનને પ્રતિબિંબિત કરે છે અને કૂનો નેશનલ પાર્ક ખાતે સતત સંરક્ષણ અને વૈજ્ઞાનિક સંચાલન પ્રયાસોની સફળતા દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીએ ચિત્તા સંરક્ષણ કાર્યક્રમમાં સામેલ વન્યજીવ પ્રબંધકો, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફના સમર્પણ અને અથાક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે આ ગતિવિધિને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2251158) મુલાકાતી સંખ્યા : 25
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi