યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રુકેરેને મળ્યા; સીમાચિહ્નરૂપ CWG 2030 માટે ભારતના વિઝનનો પુનરોચ્ચાર કર્યો


“ભારત રમતગમતની દુનિયાને તેના તમામ રંગો અને સાંસ્કૃતિક જીવંતતા સાથે આવકારવા તૈયાર છે. કોમનવેલ્થની શતાબ્દી ઉજવણી યાદગાર ક્ષણ બની રહેશે,” ડૉ. માંડવિયા

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટે રમતગમતને રાષ્ટ્રીય વિકાસ એજન્ડામાં મહત્વનો સ્તંભ બનાવવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 10 APR 2026 7:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે કોમનવેલ્થ સ્પોર્ટના વરિષ્ઠ નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં 2030 માં વિશ્વ કક્ષાની, રમતવીર-કેન્દ્રીય અને ટકાઉ કોમનવેલ્થ ગેમ્સ પહોંચાડવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ડૉ. મનસુખ માંડવિયાએ કોમનવેલ્થ ગેમ્સ 2030 ના યજમાન તરીકે ભારતની પસંદગી કરવા બદલ કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ રમતોનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે દેશમાં ઘણો ઉત્સાહ છે, અને ભારત રમતગમતની દુનિયાને તેના તમામ રંગો અને સાંસ્કૃતિક જીવંતતા સાથે આવકારવા તૈયાર છે. કોમનવેલ્થની શતાબ્દી ઉજવણી યાદગાર ક્ષણ બની રહેશે,” એમ ડૉ. માંડવિયાએ કહ્યું હતું.

રમતગમત મંત્રીએ કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિમંડળને ખેલો ઇન્ડિયા ગેમ્સના વિસ્તરણ વિશે સમજાવ્યું. તેમણે ખેલો ઇન્ડિયા હેઠળ આયોજિત વિવિધ પ્રકારની રમતો પર પ્રકાશ પાડ્યો, જેમાં મહિલાઓ માટે અસ્મિતા લીગ અને ઉદ્ઘાટન ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનો સમાવેશ થાય છે.

ડૉ. માંડવિયાએ એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે ભારત સરકાર કોમનવેલ્થ ગેમ્સના સંદેશને દેશના વિવિધ ભાગોમાં લઈ જઈ રહી છે અને યુવાનો અને રમતવીરો દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં CWG માટે જાગૃતિ લાવી રહી છે.

તેના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રુકેરેની આગેવાની હેઠળના કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિમંડળે રમતગમતને રાષ્ટ્રીય વિકાસ એજન્ડામાં મહત્વનો સ્તંભ બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

ડોનાલ્ડ રુકેરેની આગેવાની હેઠળના કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિમંડળમાં CEO કેટી સેડલેર, ગેમ્સ અને એશ્યોરન્સના ડાયરેક્ટર ડેરેન હોલ, સ્પોર્ટના ડાયરેક્ટર એન-લુઈસ મોર્ગન અને મુખ્ય ઈવેન્ટ્સ નિષ્ણાત નીલ કાર્નીનો સમાવેશ થાય છે.

ચર્ચાઓમાં તૈયારીની કાર્યવાહી, સંકલન પદ્ધતિઓ અને સમયમર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેથી રમતોની કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરી શકાય, જેમાં બંને પક્ષો રોડમેપ અને આગળના મુખ્ય સીમાચિહ્નો પર સંમત થયા હતા.

ભારતે CWG 2030 માટે તેનું વિઝન રજૂ કર્યું જેમાં રમતવીર-કેન્દ્રીયતા, વિશ્વ-કક્ષાની સ્પર્ધા અને રમતવીરોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા; પર્યાવરણીય રીતે ટકાઉ, લાંબા ગાળાની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવા; અને ટેકનોલોજી-સક્ષમ, ગેમ્સની કાર્યક્ષમ ડિલિવરી માટે આધુનિક સિસ્ટમ્સનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન, ડૉ. માંડવિયાએ અમદાવાદના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ, કનેક્ટિવિટી અને સંસ્થાકીય સમર્થનને CWG 2030 ની યજમાની માટે મુખ્ય શક્તિઓ તરીકે દર્શાવ્યા હતા.

ડૉ. માંડવિયાએ ટકાઉ રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને દેશભરમાં પાયાના સ્તરે ભાગીદારી વધારવા સહિત લેગસી પ્લાનિંગ (વારસાનાં આયોજન) પર મક્કમ ભાર મૂક્યો હતો.

 

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2250994) મુલાકાતી સંખ્યા : 26
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Telugu