વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે GCCના સેક્રેટરી જનરલ મહામહિમ જાસેમ મોહમ્મદ અલ બુદાઈવી સાથે બેઠક યોજી


ભારત-GCCએ પ્રાદેશિક સ્થિરતા અને સપ્લાય ચેઈન સ્થિતિસ્થાપકતા જાળવવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પોસ્ટેડ ઓન: 10 APR 2026 7:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના સેક્રેટરી જનરલ મહામહિમ જાસેમ મોહમ્મદ અલ બુદાઈવી સાથે વર્ચ્યુઅલ કોલ દ્વારા બેઠક કરી હતી.

બેઠક દરમિયાન, શ્રી ગોયલે આશા વ્યક્ત કરી હતી કે આ પ્રદેશમાં જાહેર કરવામાં આવેલ યુદ્ધવિરામ કાયમી રહેશે અને તે કાયમી શાંતિ અને સ્થિરતા માટે માર્ગ મોકળો કરશે. તેમણે ભારતના સૈદ્ધાંતિક વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે મતભેદો માત્ર પરસ્પર સંવાદ દ્વારા જ ઉકેલી શકાય છે.

મંત્રીએ ભારત અને GCC વચ્ચેના મજબૂત લોકો-થી-લોકોના સંબંધોને યાદ કર્યા જે આ પ્રદેશના દેશો સાથે મજબૂત આર્થિક અને વ્યાપારી સંબંધોનો મુખ્ય ભાગ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે GCC એકીકૃત શક્તિ તરીકે તેની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તેમણે GCC દેશો સાથે ભારતની એકતા પણ વ્યક્ત કરી હતી અને આવશ્યક ખાદ્ય ચીજો માટે સામનો કરવામાં આવતા કોઈપણ સપ્લાય ચેઈન પડકારોને ઉકેલવામાં સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે લોજિસ્ટિક્સને મજબૂત કરવા અને સ્થિતિસ્થાપકતા જાળવવા માટે વૈલ્પિક માર્ગો શોધવા માટે લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી હતી.

બંને પક્ષોએ વેપારનો પ્રવાહ સરળ રહે તે સુનિશ્ચિત કરવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ બેઠકે સહકાર અને પરસ્પર સમર્થનની ભાવના સાથે ભારત-GCC આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2250979) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Telugu