રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRCએ માનવ અધિકારો પરની 12મી વાર્ષિક શોર્ટ ફિલ્મ સ્પર્ધા માટે એન્ટ્રીઓ મંગાવી
ભારતીય નાગરિકો માટે ઓનલાઇન એન્ટ્રીઓ ખુલ્લી છે: છેલ્લી તારીખ 30 જૂન 2026
થીમ્સ વિવિધ સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય અધિકારો પર આધારિત હોવી જોઈએ
ફિલ્મો અંગ્રેજી અથવા કોઈપણ ભારતીય ભાષામાં અંગ્રેજી સબટાઈટલ સાથે હોવી જોઈએ
એન્ટ્રીઓ ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરીને nhrcshortfilm@gmail.com પર મોકલવાની રહેશે
પોસ્ટેડ ઓન:
10 APR 2026 4:22PM by PIB Ahmedabad
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC), ભારત દ્વારા માનવ અધિકારો પરની તેની 12મી વાર્ષિક શોર્ટ ફિલ્મ સ્પર્ધા માટે એન્ટ્રીઓ મંગાવવામાં આવી છે. એન્ટ્રીઓ મેળવવાની છેલ્લી તારીખ 30 જૂન, 2026 છે. વિજેતા એન્ટ્રીઓને પુરસ્કૃત કરવામાં આવશે.
શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ સ્પર્ધાની શરૂઆત કમિશન દ્વારા વર્ષ 2015માં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય માનવ અધિકારોના પ્રચાર અને રક્ષણ માટે ભારતીય નાગરિકોના, તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વિના, સિનેમેટિક અને સર્જનાત્મક પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો અને સ્વીકારવાનો છે. અગાઉની તમામ સ્પર્ધાઓમાં, કમિશનને દેશના વિવિધ ભાગોમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
શોર્ટ ફિલ્મો અંગ્રેજી અથવા કોઈપણ ભારતીય ભાષામાં હોઈ શકે છે, જેમાં અંગ્રેજીમાં સબટાઈટલ હોવા જરૂરી છે. શોર્ટ ફિલ્મનો સમયગાળો ઓછામાં ઓછો 3 મિનિટ અને વધુમાં વધુ 10 મિનિટનો હોવો જોઈએ. ફિલ્મો ડોક્યુમેન્ટરી, વાસ્તવિક વાર્તાઓનું નાટ્યીકરણ અથવા કાલ્પનિક કૃતિ (fiction) હોઈ શકે છે જે નીચેની થીમ્સ પર આધારિત વિવિધ સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય અધિકારોના દાયરામાં એનિમેશન સહિત કોઈપણ તકનીકી ફોર્મેટમાં બનાવેલી હોવી જોઈએ:
- જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવનો અધિકાર
- બંધુઆ અને બાળ મજૂરી, મહિલાઓ અને બાળકોના અધિકારો સંબંધિત વિષયો
- વૃદ્ધ વ્યક્તિઓના અધિકારો અને પડકારો
- દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો
- હાથે મેલું ઉપાડવું (Manual scavenging), આરોગ્ય સંભાળનો અધિકાર
- મૂળભૂત સ્વતંત્રતાના મુદ્દાઓ
- માનવ તસ્કરી
- ઘરેલું હિંસા
- પોલીસ અત્યાચારને કારણે માનવ અધિકારોનું ઉલ્લંઘન
- કસ્ટોડિયલ હિંસા અને અત્યાચાર
- સામાજિક-આર્થિક અસમાનતા
- વિચરતી અને વિમુક્ત જાતિઓના અધિકારો
- જેલ સુધારણા
- શિક્ષણનો અધિકાર
- સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, જેમાં પૃથ્વી પરના જીવનને અસર કરતા પર્યાવરણીય જોખમોનો સમાવેશ થાય છે
- કામ કરવાનો અધિકાર
- કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર
- ખોરાક અને પોષણ સુરક્ષાનો અધિકાર
- LGBTQI+ ના અધિકારો
- માનવસર્જિત અથવા કુદરતી આપત્તિને કારણે વિસ્થાપનથી થતા માનવ અધિકારોનું ઉલ્લંઘન
- ભારતીય વિવિધતામાં માનવ અધિકારો અને મૂલ્યોની ઉજવણી
- જીવન અને જીવનધોરણમાં સુધારો કરતી વિકાસલક્ષી પહેલો વગેરે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ એન્ટ્રી ફી નથી અથવા વ્યક્તિ કેટલી એન્ટ્રી મોકલી શકે તેની કોઈ મર્યાદા નથી. જો કે, સહભાગીઓએ દરેક ફિલ્મ વિધિવત ભરેલા એન્ટ્રી ફોર્મ સાથે અલગથી મોકલવાની રહેશે. નિયમો અને શરતો, એન્ટ્રી ફોર્મ સાથે NHRCની વેબસાઇટ: www.nhrc.nic.in અથવા લિંક: અહીં ક્લિક કરો પરથી ડાઉનલોડ કરી શકાય છે.
ફિલ્મ, વિધિવત ભરેલ એન્ટ્રી ફોર્મ અને અન્ય જરૂરી દસ્તાવેજો ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરીને nhrcshortfilm[at]gmail[dot]com પર મોકલી શકાય છે. કોઈપણ પ્રશ્નો આ ઈમેઈલ એડ્રેસ પર મોકલી શકાય છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2250898)
મુલાકાતી સંખ્યા : 10