રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને શ્રી નીતિશ કુમારને શપથ લેવડાવ્યા

પોસ્ટેડ ઓન: 10 APR 2026 3:14PM by PIB Ahmedabad

રાજ્યસભાના માનનીય અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં બિહાર રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા નવા ચૂંટાયેલા સભ્ય શ્રી નીતિશ કુમારને શપથ લેવડાવ્યા હતા. શ્રી નીતિશ કુમારે હિન્દી ભાષામાં શપથ લીધા હતા.

આ પ્રસંગે નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ; પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ; કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ; રાજ્યસભાના ગૃહના નેતા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા; બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી; રાજ્યસભાના સભ્યો શ્રી જયરામ રમેશ, શ્રી રાજીવ શુક્લા અને શ્રી સંજય કુમાર ઝા; લોકસભાના સભ્ય શ્રી રાજીવ પ્રતાપ રૂડી; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2250785) મુલાકાતી સંખ્યા : 21