રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ભારતે ગુજરાતના અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં ખોરાક ખાધા પછી 18 છાત્રાઓ બીમાર પડી હોવાના મીડિયા અહેવાલો પર સ્વતઃ નોંધ લીધી


રાજ્યના મુખ્ય સચિવ અને અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ આપવામાં આવી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે

આ અહેવાલમાં અસરગ્રસ્ત છોકરીઓના સ્વાસ્થ્યની સ્થિતિ તેમજ તપાસની સ્થિતિનો સમાવેશ થવાની અપેક્ષા છે

પોસ્ટેડ ઓન: 09 APR 2026 6:01PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એક મીડિયા રિપોર્ટ પર સ્વતઃ નોંધ લીધી છે કે 5 એપ્રિલ, 2026ના રોજ ગુજરાતના અમદાવાદ જિલ્લાના મેમનગર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં ખોરાક ખાધા પછી આશરે 57 છોકરીઓ બીમાર પડી હતી. તેઓએ પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટીની ફરિયાદ કરી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

કમિશનને જાણવા મળ્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય તો તે પીડિતોના માનવ અધિકાર ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, કમિશને રાજ્યના મુખ્ય સચિવ અને અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. અહેવાલમાં પીડિતોના સ્વાસ્થ્યની સ્થિતિ તેમજ કેસની તપાસની સ્થિતિનો સમાવેશ થવાની અપેક્ષા છે.

5 એપ્રિલ, 2026ના રોજ પ્રકાશિત થયેલા એક મીડિયા રિપોર્ટ અનુસાર, લગભગ 18 છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે બાકીની છોકરીઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.

 

SM/DK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2250564) મુલાકાતી સંખ્યા : 30
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी