રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છા

પોસ્ટેડ ઓન: 04 APR 2026 5:05PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.

એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “ઈસ્ટરના શુભ અવસરે, હું ભારતમાં અને વિદેશમાં વસતા તમામ સાથી નાગરિકોને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ઈસ્ટર એ ખ્રિસ્તી ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. ભગવાન ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણને સત્ય, પ્રેમ, કરુણા, ત્યાગ અને ક્ષમાના મૂલ્યોને અપનાવવા પ્રોત્સાહિત કરે છે.

આ પ્રસંગે, ચાલો આપણે સંવાદિતા, શાંતિ અને ભાઈચારો વધારવાનો આપણો સંકલ્પ તાજો કરીએ અને વધુ સારા ભવિષ્ય માટે સામૂહિક રીતે પ્રયત્ન કરીએ”.

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે મહેરબાની કરીને અહીં ક્લિક કરો-

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2248989) મુલાકાતી સંખ્યા : 19