પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
01 APR 2026 10:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે શિક્ષણ, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રોમાં તેમનું અજોડ યોગદાન દેશની દરેક પેઢીને નિઃસ્વાર્થ સેવા માટે પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક શેર કર્યો-
“पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः॥”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"માનવતાના સમર્પિત ભક્ત, પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીને તેમની જન્મજયંતી પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ! શિક્ષણ, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિકતામાં તેમનું અજોડ યોગદાન આપણા રાષ્ટ્રની દરેક પેઢીને નિઃસ્વાર્થ સેવા માટે પ્રેરણા આપતું રહેશે."
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः॥”
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2247519)
મુલાકાતી સંખ્યા : 97
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam