પોસ્ટેડ ઓન:
30 MAR 2026 9:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રવી 2025-26 સીઝન દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કઠોળ અને તેલીબિયાંના રેકોર્ડ જથ્થાની ખરીદી માટે રાજ્ય સરકારોના પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે લાખો ખેડૂતોના ઉત્પાદન માટે વળતરક્ષમ ભાવ સુનિશ્ચિત કરશે. આ ખરીદી પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ કરવામાં આવશે અને ખેડૂતોને તેમના પાકને પાણીના ભાવે વેચવાની મજબૂરીમાંથી રાહત આપશે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે, હરિયાણા સરકારના પ્રસ્તાવને મંજૂરી આપતી વખતે, રવી 2026 સીઝન માટે MSP પર 13,082 મેટ્રિક ટન ચણા અને 3,60,528 મેટ્રિક ટન રાયડાની ખરીદીની મંજૂરી આપી છે. આ ખરીદી PSS હેઠળ કરવામાં આવશે અને આ મંજૂરીઓનું કુલ MSP મૂલ્ય 2,312.12 કરોડ રૂપિયાથી વધુ હશે, જે હરિયાણાના ચણા અને રાયડા પકવતા ખેડૂતો માટે વળતરક્ષમ ભાવ સુનિશ્ચિત કરશે.

ઉત્તર પ્રદેશના PSS પ્રસ્તાવ હેઠળ, રવી 2026 સીઝન માટે MSP પર 2,24,000 મેટ્રિક ટન ચણાની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે, જેના માટે MSP મૂલ્ય 1,316 કરોડ રૂપિયા છે. મસૂર માટે 6,77,000 મેટ્રિક ટનની સંપૂર્ણ માંગ (100 ટકા) મંજૂર કરવામાં આવી છે, જેના પર 70,000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનના દરે MSP મૂલ્ય 4,739 કરોડ રૂપિયા થશે, જ્યારે રાયડા માટે 5,30,000 મેટ્રિક ટનનો મંજૂર જથ્થો 62,000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનના દરે 3,286 કરોડ રૂપિયાનું MSP મૂલ્ય ધરાવશે.
કર્ણાટક: PSS હેઠળ કુસુમ (કરડી) ની ખરીદી
કર્ણાટકમાં, શ્રી શિવરાજ સિંહે રવી 2025-26 સીઝન દરમિયાન કુસુમ (કરડી) પાક માટેના PSS પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે હેઠળ 6,923 મેટ્રિક ટનના મંજૂર જથ્થાની MSP પર ખરીદી કરવામાં આવશે. રાજ્ય દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં, 25 ટકા જથ્થો (6,923 મેટ્રિક ટન) મંજૂર કરવામાં આવ્યો છે અને 2025-26 માટે કુસુમ માટે MSP 65,400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે, જેનાથી કુલ MSP મૂલ્ય 45.27 કરોડ રૂપિયા થાય છે.
ત્રણેય રાજ્યોના ખેડૂતોને મોટો ફાયદો
હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક માટે મંજૂર કરાયેલા PSS પ્રસ્તાવો દ્વારા ચણા, મસૂર, રાયડો અને કુસુમ (કરડી) જેવા મહત્વના કઠોળ અને તેલીબિયાં પાકોની MSP પર વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત ખરીદી સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનના માત્ર વાજબી ભાવ જ નહીં મળે, પરંતુ દેશમાં ખાદ્ય અને પોષણ સુરક્ષા વધારવા, તેલીબિયાં અને કઠોળનું ઉત્પાદન વધારવા અને કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના સંકલ્પને પણ મજબૂત બનાવશે. આની સાથે, રાજ્યો દ્વારા POS-આધારિત ખરીદીની વ્યવસ્થા પહેલેથી જ મજબૂત હોવાથી, ખેડૂતો માટે પારદર્શક ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવશે.
SM/NP/JD