રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 30 MAR 2026 5:21PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ આપેલા તેમના સંદેશમાં જણાવ્યું છે કે:

મહાવીર જયંતીના પવિત્ર અવસરે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને જૈન ભાઈ-બહેનોને મારી શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવું છું.

ભગવાન મહાવીરના પાંચ સિદ્ધાંતો - અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય (સંયમ) અને અપરિગ્રહ (સંગ્રહ ન કરવો) - આપણને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ સિદ્ધાંતોને અપનાવીને આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ છીએ અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. પ્રસ્તુત રહેશે.ભગવાન મહાવીરે સમાજમાં પ્રવર્તતી દુષ્ટતાઓ સામે અવાજ ઉઠાવ્યો અને વધુ સારા જીવનનો માર્ગ બતાવ્યો. તેમના ઉપદેશો હંમેશા સુસંગત રહેશે.

આ પવિત્ર અવસરે, ચાલો આપણે તેમના સંદેશાઓને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ અને રાષ્ટ્રની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીએ”.

સંબોધન જોવા માટે અહીં ક્લિક કરો.

SM/BS/JD

 


(રીલીઝ આઈડી: 2246968) મુલાકાતી સંખ્યા : 16