વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કેમરૂનના યાઉન્ડેમાં WTO MC-14 ના ભાગરૂપે EU ટ્રેડ કમિશનર શ્રી મારોસ સેફકોવિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

પોસ્ટેડ ઓન: 29 MAR 2026 9:36PM by PIB Ahmedabad

કેમરૂનના યાઉન્ડેમાં યોજાયેલ 14મા WTO મંત્રી સ્તરીય સંમેલનના ભાગરૂપે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી પીયૂષ ગોયલે EU ટ્રેડ કમિશનર, શ્રી મારોસ સેફકોવિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને પક્ષોએ MC-14 ના એજન્ડા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું, તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત-EU FTA (મુક્ત વેપાર કરાર) પર હસ્તાક્ષર કરવા માટે ચાલી રહેલા કાર્યની પ્રગતિની સમીક્ષા કરી તેમજ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગને વધુ વધારવા માટેના વિકલ્પોની તપાસ કરી.

MC-14 ના એજન્ડા પર, શ્રી ગોયલ અને શ્રી સેફકોવિક WTO સુધારાની જરૂરિયાત પર સહમત થયા હતા. શ્રી ગોયલે તેમના EU સમકક્ષને ભારપૂર્વક જણાવ્યું હતું કે WTO સુધારાનો એજન્ડા સખત રીતે સભ્ય-સંચાલિત રહેવો જોઈએ. શ્રી ગોયલ અને શ્રી સેફકોવિકે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન પરના કસ્ટમ ડ્યુટી પરના મોરેટોરિયમ (સ્થગિતતા) તેમજ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ફોર ડેવલપમેન્ટ એગ્રીમેન્ટના સમાવેશના મુદ્દે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત-EU FTA પર હસ્તાક્ષર કરવા તરફ ચાલી રહેલા કાર્યની પ્રગતિની સમીક્ષા કરતા, શ્રી ગોયલે બંને પક્ષો દ્વારા અપનાવવામાં આવેલા વ્યવહારુ અભિગમની પ્રશંસા કરી હતી, જેના પરિણામે ભારત-EU FTA વાટાઘાટો સમયબદ્ધ અને પરસ્પર લાભદાયી રીતે પૂર્ણ થઈ હતી. શ્રી ગોયલ અને શ્રી સેફકોવિક બંને સંમત થયા હતા કે બંને પક્ષોએ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા તરફ પ્રયત્ન કરવો જોઈએ જે વહેલામાં વહેલી તકે ભારત-EU FTA પર હસ્તાક્ષર કરવાની સુવિધા આપી શકે, જેથી ભારત અને EU ના વ્યવસાયો અને નાગરિકો આ FTA થી અપેક્ષિત લાભો મેળવી શકે.

મંત્રી સ્તરીય દ્વિપક્ષીય બેઠક પહેલા, વાણિજ્ય સચિવ, શ્રી રાજેશ અગ્રવાલે પણ MC-14 ના ભાગરૂપે તેમના EU સમકક્ષ, સુશ્રી સેબિન વેયન્ડ, DG-ટ્રેડ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

 

SM/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2246710) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Telugu