રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

દારૂ, તમાકુ અને ધૂમ્રપાન જેવી કાયદાની દ્રષ્ટિએ વાંધાજનક જાહેરાતો રેલવેમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે: શ્રી અશ્વિની વૈષ્ણવ


ભારતીય રેલવે સ્ટેશન પરિસર ઉપરાંત ટ્રેનો (કોચની અંદર અને બહાર) પરની જાહેરાતોમાં નૈતિક નીતિ-સંચાલિત અભિગમ અપનાવે છે

કોઈપણ શૃંગારિક સામગ્રી પ્રદર્શિત કરવામાં આવતી નથી; રેલવે અકસ્માતો સામે પોલિસી ઓફર કરતી ખાનગી વીમા કંપનીઓ પાસેથી કોઈ જાહેરાતો લેવામાં આવતી નથી

તમામ જાહેરાતો ઈ-હરાજી દ્વારા એજન્સીઓને આપવામાં આવે છે; ઓનલાઈન પોર્ટલ નિષ્પક્ષ પસંદગી સુનિશ્ચિત કરે છે

જાહેરાત એજન્સીઓએ કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓનું પાલન કરવું જોઈએ અને વાંધાજનક જાહેરાતો પ્રતિબંધિત છે તેની ખાતરી કરવી જોઈએ; ઉલ્લંઘન માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવે છે

પોસ્ટેડ ઓન: 28 MAR 2026 4:42PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ જાહેરાત અને બ્રાન્ડિંગ પહેલ દ્વારા નોન-ફેર રેવન્યુ (NFR) મેળવવા માટે વ્યાપક નીતિઓ ઘડી છે. આઉટ-ઓફ-હોમ (OOH) એડવર્ટાઇઝિંગ પોલિસી હેઠળ, સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારોમાં જાહેરાતની તકો છે. રેલ ડિસ્પ્લે નેટવર્ક (RDN) નીતિ સ્ટેશનો અને સર્ક્યુલેટિંગ વિસ્તારોમાં સ્ક્રીન અને ડિસ્પ્લે સિસ્ટમ દ્વારા ડિજિટલ જાહેરાત સક્ષમ કરે છે. ઉપરાંત, ટ્રેનો અને કોચ (અંદર અને બહાર બંને) જેવી જંગમ અસ્કયામતોનો ઉપયોગ પ્રવર્તમાન માર્ગદર્શિકા હેઠળ બ્રાન્ડિંગ અને જાહેરાત માટે કરવામાં આવ્યો છે.

જાહેરાતમાંથી મેળવેલી આવક 'સન્ડ્રી રેવન્યુ' (Sundry Revenue) નો ભાગ છે. સેગમેન્ટ મુજબની આવકની વિગતો ભારતીય રેલવેના વાર્ષિક આંકડાકીય સ્ટેટમેન્ટ (Annual Statistical Statement) માં ઉપલબ્ધ છે.

તમામ જાહેરાત કોન્ટ્રાક્ટ ભારતીય રેલવે -પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ (IREPS) ઓનલાઈન પોર્ટલ પર -હરાજી દ્વારા આપવામાં આવે છે. બિડરની પસંદગી કોમર્શિયલ અર્નિંગ્સ અને નોન-ફેર રેવન્યુ પરની નીતિ અને કોન્ટ્રાક્ટની સંબંધિત વિશેષ શરતો મુજબ કરવામાં આવે છે જે જાહેરાતકર્તાઓ માટે પાત્રતાના માપદંડોની રૂપરેખા આપે છે.

ટ્રેનોમાં પ્રદર્શિત જાહેરાતો માટે, દરેક એડવર્ટાઇઝિંગ પ્લાનને પૂર્વ મંજૂરી ફરજિયાત છે અને સંબંધિત રેલવે ડિવિઝનના ડિવિઝનલ ઓથોરિટીની કચેરીમાં સબમિટ કરવાની રહેશે. જોકે, જાહેરાત પ્રદર્શિત કરવા માટે બ્રાન્ડની પસંદગી એડવર્ટાઇઝિંગ એજન્સીનો વિશેષાધિકાર છે. એડવર્ટાઇઝિંગ એજન્સીએ જાહેરાતોના પ્રદર્શન માટે કેન્દ્રીય/રાજ્યના કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. કાયદાની દ્રષ્ટિએ વાંધાજનક હોય તેવી જાહેરાતો પર પ્રતિબંધ છે. ટ્રેનોની અંદર/બહાર પ્રદર્શન માટે નીચેની જાહેરાતોને મંજૂરી નથી:

  1. માદક પીણાં (દારૂ) ની જાહેરાતો.
  2. શૃંગારિક (erotic) પાત્રો ધરાવતા બેકગ્રાઉન્ડ દ્રશ્યો સામેની જાહેરાતો.
  3. પરિવહનના અન્ય માધ્યમોની સ્પર્ધાત્મક જાહેરાતો.
  4. રેલવે અકસ્માતો સામે પોલિસી ઓફર કરતી ખાનગી વીમા કંપનીઓની જાહેરાત.
  5. સિગારેટ, બીડી અને અન્ય તમાકુ ઉત્પાદનોની જાહેરાતો.

જોકે, કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં, તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શુક્રવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.

SM/JD


(રીલીઝ આઈડી: 2246501) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Odia , Kannada