નાણા મંત્રાલય
આરોગ્ય વીમા ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ દર નોંધાવ્યો છે, 2024-25માં પ્રીમિયમ ₹1.2 લાખ કરોડથી વધુ થવાનો અંદાજ છે
સ્થાપિત સમયરેખા અને નિયમનકારી પગલાંનો ઉદ્દેશ્ય આરોગ્ય વીમા દાવાઓના સમાધાનમાં કાર્યક્ષમતા અને ન્યાયીતા સુનિશ્ચિત કરવાનો છે
પોસ્ટેડ ઓન:
26 MAR 2026 12:34PM by PIB Ahmedabad
ભારતના આરોગ્ય વીમા ક્ષેત્રમાં મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે આશરે 9%ના દરે વિસ્તરી રહ્યો છે; કુલ આરોગ્ય વીમા પ્રીમિયમ વોલ્યુમ 2024-25માં ₹1.2 લાખ કરોડથી વધુ થવાનો અંદાજ છે. આ ગ્રોથ વધતી જાગૃતિ, આરોગ્યસંભાળ ધિરાણની સુલભતામાં સુધારો અને તબીબી ખર્ચ સામે નાણાકીય સુરક્ષા માટેની વધતી માંગને પ્રતિબિંબિત કરે છે.
કાર્યક્ષમતા વધારવા અને પોલિસીધારકોને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે, ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ રોકડ રહિત આરોગ્ય વીમા દાવાઓની પ્રક્રિયા માટે ચોક્કસ સમયરેખા સ્થાપિત કરી છે.
કેશલેસ સેટલમેન્ટમાં લાગતો સમય
IRDAI એ નીચેની સમયરેખા સ્થાપિત કરી છે:
i. કેશલેસ પ્રી-ઓથરાઇઝેશન - એક કલાકની અંદર.
ii. ફાઈનલ ઓથરાઇઝેશન - ત્રણ કલાકની અંદર.
આ સમયરેખા વિલંબ ઘટાડવા અને દર્દીઓને સમયસર તબીબી સંભાળ મળે તેની ખાતરી કરવા માટે છે.
આરોગ્ય વીમા પ્રીમિયમમાં વધારો:
આરોગ્ય વીમા પ્રીમિયમમાં વધારા પાછળના કારણો પોલિસીધારકોની ઉંમરમાં વધારો, કવરેજમાં વધારો, સુધારેલ સુવિધાઓ વગેરે છે.
2024ના IRDAI નિયમો અનુસાર, વીમા ઉત્પાદનોની કિંમત તમામ સંબંધિત જોખમ પરિબળોના આધારે યોગ્ય રીતે નક્કી કરવામાં આવશે. આ ઉત્પાદનો નફાકારક અને મૂલ્ય-આધારિત રહેશે અને વિશ્વસનીય ડેટા અને ગ્રાહક પ્રતિસાદનો ઉપયોગ કરીને નિયુક્ત એક્ચ્યુઅરી દ્વારા સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે.
હેલ્થ ક્લેમની પતાવટ
વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 માટે ક્લેમના પતાવટનો ગુણોત્તર (ક્લેમની સંખ્યાના આધારે) નીચે આપેલ છે:
|
નાણાકીય વર્ષ
|
ક્લેમની પતાવટનો ગુણોત્તર
(ક્લેમની સંખ્યાના આધારે)
|
|
2022-23
|
85.66%
|
|
2023-24
|
82.46%
|
|
2024-25
|
87.50%
|
વધુમાં, IRDAIના વીમા ભરોસા પોર્ટલ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 137,361 સામાન્ય અને આરોગ્ય વીમા ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 127,755 (93%) નાણાકીય વર્ષ 2024-25માં જ ઉકેલાઈ ગઈ હતી.
દાવાઓ મુખ્યત્વે ચોક્કસ પોલિસી શરતો અને મર્યાદાઓને કારણે નકારવામાં આવે છે. દાવાઓ નકારવાના કેટલાક કારણોમાં વીમા રકમની મર્યાદા કરતાં વધુ ખર્ચ, સહ-ચુકવણી કલમો, પોલિસી સબ-લિમિટ, ટોપ-અપ પોલિસીમાં કપાતપાત્ર, રૂમ ભાડાની મર્યાદા, પ્રમાણસર શુલ્ક અને બિન-તબીબી ખર્ચનો સમાવેશ થાય છે.
વધુમાં, IRDAI એ સ્પષ્ટતા વધારવા, ક્લેમની પતાવટ પ્રક્રિયાને સરળ બનાવવા અને પોલિસીધારકનો વિશ્વાસ મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. ટૂંકમાં, પારદર્શક અને વિશ્વસનીય આરોગ્ય વીમા પ્રણાલી બનાવવા માટે તમામ હિસ્સેદારો તરફથી સંતુલિત અને જાણકાર અભિગમની જરૂર છે.
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2245620)
મુલાકાતી સંખ્યા : 20