લોકસભા સચિવાલય
લોકસભા અધ્યક્ષે ડૉ. રામ મનોહર લોહિયાની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 MAR 2026 3:21PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે ડૉ. રામ મનોહર લોહિયાની જન્મજયંતી નિમિત્તે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ; સંસદ સભ્યો અને પૂર્વ સભ્યોએ પણ આ પ્રસંગે ડૉ. લોહિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ પણ આ પ્રતિષ્ઠિત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોને લોકસભા સચિવાલય દ્વારા પ્રકાશિત ડૉ. રામ મનોહર લોહિયાના જીવન અને યોગદાન પર પ્રકાશ પાડતી એક પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી.
ડૉ. લોહિયાની રાષ્ટ્ર પ્રત્યેની નોંધપાત્ર સેવાના સન્માનમાં, 30 મે 1991ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખર દ્વારા સંવિધાન સદન (તત્કાલીન સંસદ ભવન)ના સેન્ટ્રલ હોલમાં ડૉ. રામ મનોહર લોહિયાના તૈલીચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2243979)
મુલાકાતી સંખ્યા : 19