ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 21-22 માર્ચ, 2026ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 20 MAR 2026 12:36PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન પદ સંભાળ્યા પછી પોતાની પ્રથમ મહારાષ્ટ્રની યાત્રા 21-22 માર્ચ, 2026ના રોજ કરશે.

21 માર્ચ, 2026ના રોજ ઉપરાષ્ટ્રપતિ નાગપુરમાં મહર્ષિ વ્યાસ ઓડિટોરિયમ ખાતે ભારતીય યુવા સંસદના 29મા રાષ્ટ્રીય સત્રના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ રતન ટાટા મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મુંબઈના લોકભવન ખાતે 64મા જૈન દીક્ષા સમારોહમાં હાજરી આપશે.

22 માર્ચ, 2026ના રોજ ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના પુણેમાં ઉરુલી કંચન ખાતે નિસર્ગોપચાર આશ્રમના સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2242889) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: Marathi , English , Urdu , हिन्दी , Bengali