યુવા બાબતો અને રમત મંત્રાલય
NSSએ સેલ્ફ-ફન્ડિંગ યુનિટ્સ અને સમુદાય-સંચાલિત વિકાસ પહેલો દ્વારા યુવા જોડાણનો વિસ્તાર કર્યો
પોસ્ટેડ ઓન:
19 MAR 2026 5:49PM by PIB Ahmedabad
શાળાઓ અને કોલેજોમાં નેશનલ સર્વિસ સ્કીમ (NSS)માં ભાગીદારી વધારવા માટે સેલ્ફ-ફન્ડિંગ યુનિટ્સ (SFUs) ની જોગવાઈ રજૂ કરવામાં આવી છે. SFUs ની સ્થાપના કરતી સંસ્થાઓ ઉપર NSS એકમોને સ્વતંત્ર રીતે ચલાવવા માટે જરૂરી નાણાકીય સંસાધનો એકઠું કરવા માટેની જવાબદારી છે. પ્રવૃત્તિઓને ટકાવી રાખવા માટે, સંસ્થાઓ જ્યાં જરૂરી હોય ત્યાં NSS કાર્યક્રમો માટે નજીવો દર (ફી) વસૂલ કરી શકે છે. વધુમાં, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલો અને અન્ય કાયદેસરના સ્ત્રોતો દ્વારા ભંડોળ મેળવી શકાય છે. આવી તમામ સંસ્થાઓએ NSS એકમોને લાગુ પડતા નિર્ધારિત નાણાકીય ધોરણો અને એકાઉન્ટિંગ પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.
NSS સામુદાયિક સેવા પહેલો ગ્રામીણ અને ઝૂંપડપટ્ટી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય જાગૃતિ અને શિક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોની આસપાસ રચાયેલ છે. સ્વયંસેવકોએ વાર્ષિક ઓછામાં ઓછા 120 કલાકની સેવા આપવી જરૂરી છે, જેમાં ફરજિયાત સાત દિવસની વિશેષ શિબિરમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રવૃત્તિઓમાં વૃક્ષારોપણ અભિયાન, રક્તદાન શિબિર, સાક્ષરતા કાર્યક્રમો અને સ્વચ્છ ભારત પહેલ હેઠળ સ્વચ્છતા અભિયાનનો સમાવેશ થાય છે.
NSS પ્રવૃત્તિઓના વિષયવસ્તુ (thematic) પર કેન્દ્રિત ક્ષેત્રોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પર્યાવરણ સંરક્ષણ: વૃક્ષારોપણ, કચરો વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન.
- આરોગ્ય અને સ્વચ્છતા: રક્તદાન શિબિરોનું આયોજન, આરોગ્ય તપાસ અને એઇડ્સ, સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ અભિયાન.
- શિક્ષણ અને સાક્ષરતા: પુખ્ત શિક્ષણ પહેલ, કાર્યાત્મક સાક્ષરતા કાર્યક્રમો અને વંચિત બાળકો માટે શિક્ષણ સહાય.
- સમુદાય વિકાસ અને માળખાગત સુવિધાઓ: સ્વચ્છતા, સફાઈ અને પાયાની માળખાગત સુવિધાઓના નિર્માણ જેવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ગામડાઓ અથવા ઝૂંપડપટ્ટીઓ દત્તક લેવી.
- સામાજિક જાગૃતિ: જાતીય સમાનતા, મતદારોમાં જાગૃતિ, નશીલા પદાર્થોના દુરુપયોગ નિવારણ અને માર્ગ સલામતી પર રેલીઓ અને વર્કશોપનું આયોજન.
NSS નો ઉદ્દેશ્ય સામાજિક જવાબદારી કેળવીને, રોજગારી કૌશલ્યમાં વધારો કરીને અને શૈક્ષણિક અસમાનતાઓ ઘટાડીને યુવાનોને સશક્ત બનાવવાનો છે. સંસ્થાકીય અને સામુદાયિક જોડાણ પ્લેટફોર્મ્સ દ્વારા, યુવા બાબતોનો વિભાગ વિવિધ સામાજિક-આર્થિક અને પ્રાદેશિક પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનો માટે તકોની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.
NSS પહેલના પ્રાથમિક લાભાર્થીઓમાં વિદ્યાર્થીઓ અને વ્યાપક સમુદાયનો સમાવેશ થાય છે. NSS સ્વયંસેવકો પ્રજાસત્તાક દિવસની પરેડ કેમ્પ, સ્વતંત્રતા દિવસની ઉજવણી, વીર બાલ દિવસ, સરદાર પટેલની 150 મી જન્મજયંતિ એકતા કૂચ, કારગિલ વિજય દિવસ પદયાત્રા, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ, MY Bharat–NSS Awards, વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામ, બંધારણ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, મતદાર જાગૃતિ અભિયાન, એડવેન્ચર કેમ્પ, નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ અને નોર્થ ઈસ્ટ NSS ફેસ્ટિવલ સહિતના રાષ્ટ્રીય અને સંસ્થાકીય કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે.
નેશનલ સર્વિસ સ્કીમ (NSS) હેઠળ હાલમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની રાજ્યવાર વિગતો પરિશિષ્ટ (Annexure) માં જોડાયેલ છે.
પરિશિષ્ટ (Annexure)
નેશનલ સર્વિસ સ્કીમ (NSS) હેઠળ હાલમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની રાજ્યવાર વિગતો
|
ક્રમ
|
રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો
|
હાલમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ (કોલેજો)
|
હાલમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ (શાળાઓ)
|
|
1
|
અંદામાન અને નિકોબાર ટાપુઓ
|
1350
|
650
|
|
2
|
આંધ્ર પ્રદેશ
|
217300
|
Nil
|
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
10000
|
7800
|
|
4
|
આસામ
|
32100
|
32000
|
|
5
|
બિહાર
|
61700
|
NIL
|
|
6
|
ચંદીગઢ
|
7246
|
11237
|
|
7
|
છત્તીસગઢ
|
65836
|
43891
|
|
8
|
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
|
400
|
2400
|
|
9
|
દિલ્હી
|
18700
|
51500
|
|
10
|
ગોવા
|
11900
|
19000
|
|
11
|
ગુજરાત
|
129100
|
73800
|
|
12
|
હરિયાણા
|
60500
|
61900
|
|
13
|
હિમાચલ પ્રદેશ
|
20503
|
74435
|
|
14
|
જમ્મુ અને કાશ્મીર
|
34600
|
6800
|
|
15
|
ઝારખંડ
|
60300
|
12600
|
|
16
|
કર્ણાટક
|
232000
|
89000
|
|
17
|
કેરળ
|
137000
|
94300
|
|
18
|
લદ્દાખ
|
600
|
0
|
|
19
|
લક્ષદ્વીપ
|
-
|
1400
|
|
20
|
મધ્ય પ્રદેશ
|
134728
|
33682
|
|
21
|
મહારાષ્ટ્ર
|
323200
|
33600
|
|
22
|
મણિપુર
|
14500
|
6400
|
|
23
|
મેઘાલય
|
28700
|
8700
|
|
24
|
મિઝોરમ
|
22000
|
8100
|
|
25
|
નાગાલેન્ડ
|
15600
|
2100
|
|
26
|
ઓડિશા
|
93400
|
30700
|
|
27
|
પુડુચેરી
|
15250
|
4350
|
|
28
|
પંજાબ
|
95467
|
81246
|
|
29
|
રાજસ્થાન
|
124000
|
94900
|
|
30
|
સિક્કિમ
|
15120
|
1280
|
|
31
|
તમિલનાડુ
|
333900
|
97650
|
|
32
|
તેલંગાણા
|
150700
|
Nil
|
|
33
|
ત્રિપુરા
|
31230
|
3070
|
|
34
|
ઉત્તર પ્રદેશ
|
292100
|
28900
|
|
35
|
ઉત્તરાખંડ
|
27500
|
33100
|
|
36
|
પશ્ચિમ બંગાળ
|
90100
|
19200
|
| |
કુલ (TOTAL)
|
2908630
|
1069691
|
આ માહિતી યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2242720)
મુલાકાતી સંખ્યા : 16