વિદ્યુત મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 - ભારતના પાવર ફ્યુચરને આકાર આપવા માટે નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવવા

પોસ્ટેડ ઓન: 18 MAR 2026 2:03PM by PIB Ahmedabad

પાવર અને ઇલેક્ટ્રિસિટી સેક્ટર માટેની એક અગ્રણી વૈશ્વિક કોન્ફરન્સ-કમ-એક્ઝિબિશન, ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026, નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 19-22 માર્ચ 2026 દરમિયાન યોજાશે.

આ સમિટમાં 100 થી વધુ ઉચ્ચ-સ્તરીય કોન્ફરન્સ સત્રો, 300 થી વધુ વક્તાઓ, 80 થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ સહિત 500 થી વધુ પ્રદર્શકો અને 25,000 થી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને વૈશ્વિક સ્તરે વીજળી પર ધ્યાન કેન્દ્રિત કરતા સૌથી મોટા પ્લેટફોર્મ પૈકીનું એક બનાવે છે.

“Electrifying Growth. Empowering Sustainability. Connecting Globally.” થીમ હેઠળની આ સમિટમાં વૈશ્વિક વીજળી ક્ષેત્રના વિકાસના આગામી તબક્કાને આકાર આપવાના ઉદ્દેશ્ય સાથે વ્યુહાત્મક પરિષદો, તકનીકી પરિષદો, નેતૃત્વ પેનલ્સ અને કેન્દ્રિત ઉદ્યોગ સંવાદો સહિતના ઉચ્ચ-સ્તરીય સત્રો ધરાવતો વ્યાપક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

કેટલાક આંતરરાષ્ટ્રીય ઊર્જા મંત્રીઓ અને ભારતીય રાજ્યોના મંત્રીઓ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના અનેક વરિષ્ઠ પ્રતિનિધિઓ આ સમિટમાં હાજરી આપશે. વિવિધ ભૌગોલિક વિસ્તારોની મજબૂત ભાગીદારી વીજળી અને સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમમાં સંવાદ, સહયોગ અને નવીનતા માટેના સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સમિટની સ્થિતિને પુષ્ટિ આપે છે.

સમિટના મુખ્ય વક્તાઓમાં શ્રી મનોહર લાલ, ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી; શ્રી પ્રહલાદ જોશી, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી; શ્રી શ્રીપદ નાઈક, ઊર્જા અને નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જાના રાજ્ય મંત્રી; શ્રી પંકજ અગ્રવાલ, સચિવ, ઊર્જા મંત્રાલય, ભારત સરકાર; શ્રી ઘનશ્યામ પ્રસાદ, અધ્યક્ષ, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA); 10 દેશોના આંતરરાષ્ટ્રીય ઊર્જા મંત્રીઓ, 25 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઊર્જા મંત્રીઓ અને સચિવો, આશરે 60 દેશોના રાજદૂતો, તમામ સેન્ટ્રલ પાવર સેક્ટર એન્ટરપ્રાઇઝના વડાઓ સહિત 100 થી વધુ CEOનો સમાવેશ થશે.

આમ, આ ઇવેન્ટ વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, નિયમનકારો, શિક્ષણવિદો, ક્ષેત્રના નિષ્ણાતો, ઉપયોગિતાઓ, રોકાણકારો, નવીનતા લાવનારાઓ અને ઉદ્યોગ સાહસિકોને ભારતની વિકસતી વીજળી ઇકોસિસ્ટમને આકાર આપતી મુખ્ય અગ્રતા પર વિચાર-વિમર્શ કરવા માટે એકસાથે લાવશે.

સમિટમાં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ વેન્ડર ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવશે, જેમાં ઉત્સર્જન પ્રણાલીઓ (emission systems), સૌર ઊર્જા,  ઊર્જા સંગ્રહ, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ વિતરણ તકનીકોમાં મુખ્ય તકનીકોના સ્વદેશીકરણને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 2032 સુધીમાં ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને ઊર્જા સંગ્રહમાં ₹50 લાખ કરોડથી વધુની રોકાણ તકો સાથે, આ સમિટનો ઉદ્દેશ્ય ભારતના વીજળી ક્ષેત્રમાં નવીનતા, સ્પર્ધાત્મકતા અને સ્થિતિસ્થાપકતાને વેગ આપવાનો છે.

80 થી વધુ દેશોના સહભાગીઓની હાજરી ભારતના ઝડપથી વિકસતા પાવર સેક્ટરમાં વધતી જતી વૈશ્વિક રસને પ્રતિબિંબિત કરે છે અને સ્થિતિસ્થાપક, સસ્તું અને ટકાઉ ઊર્જા સંક્રમણને સક્ષમ કરવામાં દેશના ઉભરતા નેતૃત્વને પ્રકાશિત કરે છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ ઉપરાંત, 25 થી વધુ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ નેતૃત્વ અને અધિકારીઓએ તેમની હાજરીની પુષ્ટિ કરી છે, જેમાં હરિયાણા (વ્યુહાત્મક રાજ્ય ભાગીદાર), રાજસ્થાન (ભાગીદાર રાજ્ય), ઉત્તર પ્રદેશ (વ્યુહાત્મક રાજ્ય ભાગીદાર), મહારાષ્ટ્ર (વ્યુહાત્મક રાજ્ય ભાગીદાર), આંધ્રપ્રદેશ (ફોકસ સ્ટેટ), બિહાર (ફોકસ સ્ટેટ), ઓડિશા (ફોકસ સ્ટેટ), ગુજરાત (વ્યુહાત્મક રાજ્ય ભાગીદાર), પંજાબ (ભાગીદાર રાજ્ય), મધ્ય પ્રદેશ (ભાગીદાર રાજ્ય), છત્તીસગઢ (ભાગીદાર રાજ્ય) અને દિલ્હી (ફોકસ સ્ટેટ) સાથે વિશેષ જોડાણ છે. રાજ્ય સરકારોની ભાગીદારીથી ભારતના વીજળી માળખાને મજબૂત કરવા, રિન્યુએબલ એનર્જીના એકીકરણને વેગ આપવા, ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ અને દેશભરમાં વીજ વિતરણ કાર્યક્ષમતા વધારવા પર મહત્વપૂર્ણ સંવાદની અપેક્ષા છે.

20,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં મોટા પાયે પ્રદર્શન એ સમિટનો કેન્દ્રીય સ્તંભ બનશે, જે વીજળી વેલ્યુ ચેઈન દરમિયાન અત્યાધુનિક તકનીકો, નવીનતાઓ અને ઉકેલો પ્રદર્શિત કરશે. આ પ્રદર્શન પાવર જનરેશન, ટ્રાન્સમિશન, રિન્યુએબલ અને ક્લીન એનર્જી, એનર્જી સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીને આવરી લેતા વિષયો આધારિત ઝોનમાં આયોજિત કરવામાં આવશે, તેની સાથે ઊર્જા નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ઉભરતી તકનીકો માટે સમર્પિત વિસ્તારો હશે. આ ઝોન ઉદ્યોગના નેતાઓ, નવીનતા લાવનારાઓ અને ઉત્પાદકોને પાવર જનરેશન ટેકનોલોજી, ટ્રાન્સમિશન સિસ્ટમ્સ, ડિસ્ટ્રિબ્યુશન અને કંટ્રોલ સોલ્યુશન્સ, ડિજિટલ ટેકનોલોજી, એનર્જી સ્ટોરેજ અને બેટરી ઇનોવેશન્સ, એનર્જી એફિશિયન્સી સોલ્યુશન્સ અને રિન્યુએબલ એનર્જી સિસ્ટમ્સમાં પ્રગતિ દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

સમિટમાં ઉચ્ચ-અસરકારક સંવાદ અને ઉદ્યોગ સહયોગની સુવિધા માટે રચાયેલ વિશેષ કાર્યક્રમોની શ્રેણી પણ યોજાશે. જેમાં ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીયલ મીટ, નેશનલ પાવર મિનિસ્ટ્રીયલ મીટ, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેગમેન્ટમાં CEO ફોરમ્સ અને સમગ્ર સેક્ટરલ CEO ડાયલોગ (જેમાં હિટાચી USA, રોસેટી રશિયા, ESKOM, TNB મલેશિયા, Africa50, EDF પાવર સોલ્યુશન્સ, ZESCO ના CEO સામેલ હશે) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાક વિષયો આધારિત સત્રો ઉદ્યોગની મુખ્ય અગ્રતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમ કે સ્ટેશનરી એનર્જી સ્ટોરેજ, ટ્રાન્સમિશન સેક્ટરમાં ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી, હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ, કાર્બન માર્કેટ, કાનૂની અને નિયમનકારી માળખાં અને વીજળી વેલ્યુ ચેઈન દરમિયાન વેન્ડર ડેવલપમેન્ટની તકો. વિશેષ સત્રો ઊર્જા સ્ટાર્ટઅપ્સ, આગામી પેઢીની તકનીકો, યુવાનો અને યુવા વ્યાવસાયિકો તેમજ વુમન ઇન ઇલેક્ટ્રિસિટી (Women in Electricity) નેતૃત્વને પ્રોત્સાહન આપતી પહેલો પર પણ પ્રકાશ પાડશે.

સમિટમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્લેટફોર્મ્સ પણ હશે જેમાં આફ્રિકા સેશન, બ્રિટિશ હાઈ કમિશન અને અગ્રણી ઊર્જા સંગઠનો જેવી વૈશ્વિક સંસ્થાઓ અને ભાગીદારો સામેલ હશે. સમર્પિત ઉદ્યોગ સંવાદો જેમાં કેબલટેક (CableTech) 2026, વિકેન્દ્રિત રિન્યુએબલ એનર્જી માટે બિહાઇન્ડ--મીટર એનર્જી સ્ટોરેજ પર ચર્ચા અને ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA) જેવી સંસ્થાઓના નેતૃત્વ હેઠળના સત્રો ઉભરતી તકનીકો અને વીજળી ક્ષેત્રના ભવિષ્યને આકાર આપતી રોકાણની તકોની શોધ કરશે.

સમિટમાં વ્યુહાત્મક પરિષદની ચર્ચાઓ વૈશ્વિક પાવર ઇકોસિસ્ટમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વ્યુહાત્મક પેનલ્સમાં 120 થી વધુ નેતાઓ અને મુખ્ય નિર્ણય લેનારાઓ સામેલ થશે. જેમાં વિશ્વભરમાં આંતર-જોડાયેલ વીજળી પ્રણાલીઓને મજબૂત કરવી, વૈશ્વિક ઊર્જા સંક્રમણમાં ભારતના નેતૃત્વને આગળ વધારવું, સ્થિતિસ્થાપક વીજળી પુરવઠા શૃંખલાઓનું નિર્માણ કરવું, પાવર સેક્ટરમાં નાણા અને રોકાણ માટે નવા માર્ગો ખોલવા, સ્વચ્છ ઊર્જા તકનીકોના ઉપયોગને વેગ આપવો અને વીજળી વેલ્યુ ચેઈન દરમિયાન અદ્યતન તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

સત્રોમાં આ ક્ષેત્રમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (ease of doing business) ને વધારવા, સર્વસમાવેશક ઊર્જા પહોંચને વિસ્તારવા અને ઝડપથી વિકસતી વીજળીના લેન્ડસ્કેપને ટેકો આપવા માટે જરૂરી આગામી પેઢીના કાર્યબળને વિકસાવવાની રીતોની પણ તપાસ કરવામાં આવશે.

આ ઇવેન્ટમાં સરકારી નેતાઓ, પ્રોજેક્ટ માલિકો, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ, લાયક આંતરરાષ્ટ્રીય ખરીદદારો, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ નેતાઓ, નાણાકીય સંસ્થાઓ, MSMEs, મોટા ઉત્પાદકો, ઉદ્યોગ સંગઠનો અને શિક્ષણવિદો સહિત વૈવિધ્યસભર વૈશ્વિક પ્રેક્ષકો આકર્ષાય તેવી અપેક્ષા છે. આ સમિટ સંરચિત બાયર-સેલર મીટ્સ (buyer-seller meets) પણ યોજશે, જે આંતરરાષ્ટ્રીય પ્રાપ્તિ એજન્સીઓ, યુટિલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સને ભારતીય ઉત્પાદકો અને તકનીકી પ્રદાતાઓ સાથે સીધા જોડાવા માટે સક્ષમ બનાવશે.

ઊર્જા સુરક્ષા, ટકાઉપણું અને વૈશ્વિક નેતૃત્વ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે સંરેખિત આ સમિટ વૈશ્વિક વીજળી ઇકોસિસ્ટમમાં ભારતની ભૂમિકાને મજબૂત કરવા માટે ઉત્પ્રેરક (catalyst) તરીકે કામ કરશે અને સાથે જ રોકાણ, તકનીકી ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે.

ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અહીં મુલાકાત લો:

www.bharatelectricitysummit.com

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2241679) મુલાકાતી સંખ્યા : 20
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada