ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

'ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ્સ' (C2S) હેઠળ, ભારતે 85,000 સેમિકન્ડક્ટર એન્જિનિયરોને તાલીમ આપવાના તેના લક્ષ્ય તરફ નોંધપાત્ર પ્રગતિ કરી


આસામથી ગુજરાત અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દેશભરની 315 શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ અને ટેસ્ટિંગમાં સક્રિયપણે અનુભવ મેળવી રહ્યા છે

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 હેઠળ, આ યોજનાને 500 શૈક્ષણિક સંસ્થાઓ સુધી વિસ્તારવાનું લક્ષ્ય છે

પોસ્ટેડ ઓન: 07 MAR 2026 1:39PM by PIB Ahmedabad

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ની 'ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ્સ' (C2S) પહેલ હેઠળ તાલીમ, અપ-સ્કિલિંગ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા ટેલેન્ટ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપવાની ભારત સરકારની પહેલ અંગે કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં 85,000 એન્જિનિયરોને તાલીમ આપવાના તેના 10 વર્ષના લક્ષ્ય માટે છેલ્લા 04 વર્ષમાં જ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે Synopsys, Cadence, Siemens, Renesas, Ansys અને AMD દ્વારા સમર્થિત વર્લ્ડ ક્લાસ ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન (EDA) ટુલ્સ દેશભરની 315 શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સાધનોની મદદથી વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર ચિપ્સ ડિઝાઇન કરવાનો વ્યવહારુ અનુભવ મેળવી રહ્યા છે. આ ચિપ્સ સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), મોહાલી ખાતે બનાવવામાં (fabricated) અને પરીક્ષણ (tested) કરવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીઓને ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન, પેકેજિંગ અને ટેસ્ટિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડે છે. આ પહેલ વિશ્વના સૌથી મોટા ઓપન-એક્સેસ EDA પ્રોગ્રામમાં પરિવર્તિત થઈ છે, જેમાં અત્યાર સુધીમાં ચિપ ડિઝાઇન તાલીમ માટે 1.85 કરોડ કલાકથી વધુના EDA ટૂલ વપરાશની નોંધણી થઈ છે, અને તે સતત વધી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે આસામથી ગુજરાત અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની દેશભરની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે. આ ભારતની તકનીકી ક્ષમતા અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

વૈશ્વિક ઉદ્યોગની જરૂરિયાતો પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે જેમ સેમિકન્ડક્ટર ઉદ્યોગ હાલના USD 800–900 બિલિયનના કદથી વધીને USD 2 ટ્રિલિયન થશે, તેમ લગભગ 2 મિલિયન કુશળ વ્યાવસાયિકોની માંગ ઊભી થશે. આ ભારતના યુવાનો માટે રોજગારીની વિશાળ તકો રજૂ કરે છે.

તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 હેઠળ આ કાર્યક્રમને 315 શૈક્ષણિક સંસ્થાઓથી વધારીને 500 શૈક્ષણિક સંસ્થાઓ સુધી વિસ્તારવામાં આવશે. આનાથી દેશના દરેક રાજ્યમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ અને ટેસ્ટિંગમાં પ્રશિક્ષિત પ્રતિભાઓનો મજબૂત અને સતત પૂલ બનાવવામાં મદદ મળશે.

શ્રી વૈષ્ણવે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત સરકાર સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મજબૂત અને આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 હેઠળ ટેલેન્ટ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને ઉદ્યોગ સહયોગ દ્વારા ભારત પોતાને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2236447) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: Telugu , Tamil , English , Urdu , Marathi , हिन्दी