કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE), 2025ના પરિણામની ખાસ વાતો

પોસ્ટેડ ઓન: 06 MAR 2026 4:10PM by PIB Ahmedabad
  • સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE), 2025નું અંતિમ પરિણામ આજે, 6 માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામની ખાસ વાતો નીચે મુજબ છે:
  • સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા, 2025 25 મે, 2025ના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા માટે કુલ 9,37,876 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 5,76,793 ઉમેદવારોએ ખરેખર પરીક્ષા આપી હતી.
  • ઓગસ્ટ, 2025માં યોજાયેલી લેખિત (મુખ્ય) પરીક્ષામાં હાજરી આપવા માટે કુલ 14,161 ઉમેદવારો લાયક ઠર્યા હતા.
  • પરીક્ષાના વ્યક્તિત્વ પરીક્ષણ માટે કુલ 2,736 ઉમેદવારો લાયક ઠર્યા હતા.
  • વિવિધ સેવાઓમાં નિમણૂક માટે કમિશન દ્વારા કુલ 958 ઉમેદવારો (659 પુરુષો અને 299 મહિલાઓ) ની ભલામણ કરવામાં આવી છે.
  • અંતિમ રીતે લાયક ઉમેદવારોમાં, ટોચના પાંચ ઉમેદવારોમાં એક મહિલા અને ચાર પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
  • શ્રી અનુજ અગ્નિહોત્રી (રોલ નં. 1131589) સિવિલ સર્વિસીસ પરીક્ષા, 2025માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે મેડિકલ સાયન્સને વૈકલ્પિક વિષય તરીકે પરીક્ષા આપી છે. તેમણે જોધપુરની એઈમ્સમાંથી ગ્રેજ્યુએશન (એમબીબીએસ) કર્યું છે.
  • ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક (બી..) શ્રીમતી રાજેશ્વરી સુવે એમ (રોલ નં. 4000040) સમાજશાસ્ત્ર ને વૈકલ્પિક વિષય તરીકે રાખીને બીજો ક્રમ મેળવ્યો છે.
  • દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક (બી. કોમ.) શ્રી આકાશ ધુલ (રોલ નં. 3512521) વાણિજ્ય અને એકાઉન્ટન્સી ને વૈકલ્પિક વિષય તરીકે રાખીને ત્રીજા ક્રમ મેળવ્યો છે.
  • દિલ્હી યુનિવર્સિટીમાંથી શ્રી રાઘવ ઝુનઝુનવાલા (રોલ નં. 0834732), બી.. (ઓનર્સ) - અર્થશાસ્ત્ર, ચોથો ક્રમ મેળવ્યો છે અને અર્થશાસ્ત્ર ને વૈકલ્પિક વિષય તરીકે રાખ્યો છે.
  • દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીના શ્રી ઇશાન ભટનાગર (રોલ નં. 0409847), બી.. એલએલબી (ઓનર્સ) સમાજશાસ્ત્રને વૈકલ્પિક વિષય તરીકે પાંચમો ક્રમ મેળવ્યો.
  • ટોચના 25 ઉમેદવારોમાં 11 મહિલાઓ અને 14 પુરુષોનો સમાવેશ થાય છે.
  • ટોચના 25 સફળ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં IIT, NLU, AIIMS, DTU, અન્ના યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી વગેરે જેવી દેશની અગ્રણી સંસ્થાઓમાંથી એન્જિનિયરિંગ, માનવતા; વિજ્ઞાન; વાણિજ્ય; કાયદો; તબીબી વિજ્ઞાન; માસ મીડિયામાં સ્નાતક થયાનો સમાવેશ થાય છે.
  • ટોચના 25 સફળ ઉમેદવારોએ લેખિત (મુખ્ય) પરીક્ષામાં માનવશાસ્ત્ર, વાણિજ્ય અને એકાઉન્ટન્સી, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇતિહાસ, ગણિત, તબીબી વિજ્ઞાન, તત્વજ્ઞાન, રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો, જાહેર વહીવટ અને સમાજશાસ્ત્ર જેવા વિષયો તેમના વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યા છે.
  • ભલામણ કરાયેલા ઉમેદવારોમાં બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા 42 વ્યક્તિઓ (10 ઓર્થોપેડિકલી વિકલાંગ, 14 દૃષ્ટિહીન, 09 શ્રવણશક્તિ ક્ષતિગ્રસ્ત અને ૦૯ બહુવિધ વિકલાંગતા)નો પણ સમાવેશ થાય છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2235945) મુલાકાતી સંખ્યા : 101
આ રીલીઝ વાંચો: Malayalam , English , Urdu , हिन्दी , Tamil , Telugu