સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 6 માર્ચના રોજ ઓડિશામાં ઇફકો (IFFCO) ના સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ (SAP-III) રાષ્ટ્રને સમર્પિત કરશે
સહકારિતા અને ડેરી સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને પ્રારંભ કરશે
ભુવનેશ્વરમાં સહકારિતા ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક પહેલોનો શુભારંભ અને MoU થશે
1159.03 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 69 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને 2116.06 કરોડ રૂપિયાના ખર્ચે 130 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત થશે
પોસ્ટેડ ઓન:
05 MAR 2026 6:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના વિઝનને ગતિ આપવાની દિશામાં સતત ચાલી રહેલા પ્રયાસોના ક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 6 માર્ચ 2026 ના રોજ ઓડિશાના પ્રવાસ દરમિયાન પારાદીપમાં ઇફકો (IFFCO) દ્વારા સ્થાપિત સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ (SAP-III) રાષ્ટ્રને સમર્પિત કરશે તથા સહકારિતા, ડેરી વિકાસ અને ગૃહ મંત્રાલય સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શુભારંભ કરશે.
પારાદીપમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ઇફકોના પારાદીપ પ્લાન્ટમાં સ્થાપિત સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ (SAP-III) રાષ્ટ્રને સમર્પિત કરશે.
ત્યારબાદ શ્રી અમિત શાહ ભુવનેશ્વર સ્થિત આઈડીકો (IDCO) પ્રદર્શન મેદાન, યુનિટ-III માં સહકારિતા ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલોનો શુભારંભ કરશે. આમાં રાજ્ય સહકારિતા નીતિનું વિમોચન, ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયની સ્કૂલની સ્થાપના માટે સમજૂતી-પત્ર (MoU), બદામ્બા શુગર ઉદ્યોગના પુનરુત્થાન માટે સમજૂતી-પત્ર, તથા PACS/LAMPS દ્વારા સંચાલિત 1567 કોમન સર્વિસ સેન્ટરોનું સમર્પણ સામેલ છે.
આ ઉપરાંત 141 PACS માટે જરૂરિયાત-આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, આરસીએસ (RCS) ઓફિસ પોર્ટલનો શુભારંભ, રાષ્ટ્રીય સહકારી ઓર્ગેનિક લિમિટેડના ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) પોર્ટલનું ડિજિટલ લોન્ચ તથા રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ દ્વારા વિકસિત “Coop Marque” અને “Savidya” એઆઈ-સક્ષમ બહુભાષી ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનો શુભારંભ પણ કરવામાં આવશે.
ડેરી ક્ષેત્રને સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમમાં ઓમફેડ (OMFED) સાથે સંબંધિત પહેલોની પ્રસ્તુતિ આપવામાં આવશે તથા બે દૂધ ઉત્પાદક સહકારી સમિતિઓને નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી કામધેનુ યોજના હેઠળ લાભાર્થીઓને ગ્રાન્ટ (અનુદાન) જાહેર કરવામાં આવશે તથા તાલીમ અને પ્રદર્શન કેન્દ્રના અપગ્રેડેશન માટે એનડીડીબી (NDDB) સાથે સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
આ અવસરે વિવિધ વિભાગો સાથે સંબંધિત પરિયોજનાઓ પર વીડિયો પ્રસ્તુતિ આપવામાં આવશે તથા કુલ 1159.03 કરોડ રૂપિયાના ખર્ચે 69 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને 2116.06 કરોડ રૂપિયાના ખર્ચે 130 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2235706)
મુલાકાતી સંખ્યા : 62