પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 6ઠ્ઠી માર્ચે “કૃષિ અને ગ્રામીણ પરિવર્તન” પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે
પોસ્ટેડ ઓન:
05 MAR 2026 6:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચ 2026 ના રોજ સવારે 11:15 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “કૃષિ અને ગ્રામીણ પરિવર્તન” થીમ પર બજેટ પછીના (Post Budget) વેબિનારને સંબોધિત કરશે.
આ થીમ હેઠળ, ચાર મુખ્ય ક્ષેત્રોને આવરી લેતા આઠ અલગ-અલગ વેબિનાર સત્રો યોજવામાં આવી રહ્યા છે: (i) કૃષિ (ii) પશુપાલન અને ડેરી (iii) મત્સ્યપાલન (iv) ગ્રામીણ આજીવિકા.
બજેટ પછીનો આ વેબિનાર કાજુ, નાળિયેર, ચંદન, અગરવુડ, બદામ, અખરોટ અને પાઈન નટ્સ જેવા પાકોની સંભવિતતાનો ઉપયોગ કરીને ઉચ્ચ મૂલ્યવાળી ખેતીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે કૃષિ માટે AI-સંચાલિત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર 'ભારત વિસ્તાર' (Bharat Vistaar) દ્વારા ઓફર કરવામાં આવતી તકો પર પણ વિચાર-વિમર્શ કરશે. આ સત્રો પશુપાલન વેલ્યુ ચેઇનમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ અને ઉદ્યોગસાહસિકતા, મત્સ્યઉદ્યોગ માટે જળાશયો અને અમૃત સરોવરોનો સંકલિત વિકાસ, દરિયાકાંઠાના મત્સ્યઉદ્યોગની વેલ્યુ ચેઇનને મજબૂત કરવા અને સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર્સ-માર્કેટિંગ એવન્યુઝ ફોર રૂરલ ટ્રાન્સફોર્મેશન (SHE-Marts) દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ માટે બજારની પહોંચ વિસ્તારવા અંગે પણ વિચાર-વિમર્શ કરશે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2235704)
મુલાકાતી સંખ્યા : 78
આ રીલીઝ વાંચો:
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam