સંરક્ષણ મંત્રાલય
ભારતીય નૌકાદાળ માટે 04 x 500 ટન ક્ષમતા ધરાવતી સ્વ-ચાલિત ઇંધણ બાર્જના નિર્માણ માટે શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ, ઠાણે સાથે કરાર કરાયો
પોસ્ટેડ ઓન:
03 MAR 2026 12:55PM by PIB Ahmedabad
04 x 500 ટન ક્ષમતા ધરાવતી સ્વ-ચાલિત ઇંધણ બાર્જોના નિર્માણ માટે 02 માર્ચ 2026ના રોજ શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ, ઠાણે (MSME શિપયાર્ડ) સાથે કરાર કરવામાં આવ્યો છે.
આ બાર્જ ભારત સરકારની "મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" પહેલના ગૌરવપૂર્ણ ધ્વજવાહક છે અને ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના વર્ગીકરણ નિયમો હેઠળ બનાવવામાં આવશે.
આ બાર્જનું પ્રાથમિક કાર્ય બંદરો અને એન્કરેજ પર જહાજો અને સબમરીન માટે ઇંધણ ભરવાનું રહેશે. આ કરાર સાથે, ભારતીય નૌકાદળ MSME શિપયાર્ડના વિકાસને પ્રોત્સાહન અને મજબૂત બનાવી રહ્યું છે, જેનાથી મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030ને અનુરૂપ સ્થાનિક શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2234963)
મુલાકાતી સંખ્યા : 17