માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ પારદર્શક અને ઝડપી NOC મંજૂરીઓ માટે સુધારેલા RAJMARG PRAVESH પોર્ટલનું લોન્ચિંગ કર્યું
પોસ્ટેડ ઓન:
25 FEB 2026 8:13PM by PIB Ahmedabad
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ફ્યુઅલ સ્ટેશન, વેસાઈડ એમિનિટીઝ (માર્ગ કિનારેની સુવિધાઓ), ખાનગી મિલકતો, રેસ્ટ એરિયા કોમ્પ્લેક્સ, કનેક્ટિંગ રોડ અને અન્ય તેવી સુવિધાઓ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ (NOCs) મેળવવાની પ્રક્રિયાને અવરોધ રહિત બનાવવા માટે અપગ્રેડેડ RAJMARG PRAVESH વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે.
મંત્રાલયે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) સુધારવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પરવાનગી મેળવવાની પ્રક્રિયાને સરળ, ઝડપી અને વધુ પારદર્શક બનાવવા માટે આ સુધારેલું પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલને http://rajmargpravesh.morth.gov.in પર એક્સેસ કરી શકાય છે.

નવા RAJMARG PRAVESH પોર્ટલ દ્વારા, નાગરિકો, વ્યવસાયો અને સંગઠનો ખાનગી મિલકતો, ઉદ્યોગો અને વેસાઈડ સુવિધાઓ માટે રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પ્રવેશ (એક્સેસ) સંબંધિત પરવાનગીઓ માટે સરળ રીતે ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલનો ઉપયોગ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગોની સાથે અથવા તેની આરપાર પાણીની પાઈપલાઈન, ગેસ પાઈપલાઈન, ઓપ્ટિકલ ફાઈબર કેબલ, ઇલેક્ટ્રિકલ લાઈનો અને અન્ય સેવાઓ જેવી ઉપયોગિતાઓ (utilities) બિછાવવા માટેની પરવાનગી મેળવવા માટે પણ કરી શકાય છે.
નવું પોર્ટલ મંજૂરીની પ્રક્રિયાને વધુ અનુકૂળ, પારદર્શક અને સમયબદ્ધ બનાવશે, જેનાથી નાગરિકો અને વ્યવસાયોને સમય અને પ્રયત્નો બચાવવામાં મદદ મળશે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વરિષ્ઠ અધિકારીઓમાં સચિવ (RTH) વી ઉમાશંકર, DG(RD) અને વિશેષ સચિવ વિનય કુમાર રાજાવત, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંતોષ કુમાર યાદવ, નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણ કુમાર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેમ્બર (એડમિન) વિશાલ ચૌહાણ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.

SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2232870)
મુલાકાતી સંખ્યા : 10