રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

સાયબર ફ્રોડથી સાવધ રહો: રેલવે પેન્શનરોને સ્કેમર્સ સામે સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી


કોઈપણ રેલવે અધિકારી સોશિયલ મીડિયા અથવા કોલ દ્વારા ગુપ્ત માહિતી માંગતા નથી

શંકાસ્પદ કોલ્સ અથવા મેસેજની તાત્કાલિક પોલીસ સાયબર સેલ અને સંબંધિત વહીવટી કચેરીને જાણ કરો

પોસ્ટેડ ઓન: 25 FEB 2026 5:16PM by PIB Ahmedabad

એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક સાયબર છેતરપિંડી કરનારાઓ રેલવે અધિકારીઓના નામે ફેક ફોન કોલ્સ કરી રહ્યા છે અને SMS/WhatsApp મેસેજ મોકલી રહ્યા છે, જેમાં PPO અપડેટ્સ, KYC વેરિફિકેશન, વધારાના પેન્શન લાભો વગેરેના બહાને વ્યક્તિગત અને નાણાકીય વિગતો માંગવામાં આવે છે.

પેન્શનરોને આથી જાણ કરવામાં આવે છે કે રેલવે PPO અથવા સર્વિસ રેકોર્ડ અપડેટ કરવા માટે લિંક્સ અથવા મેસેજ મોકલતી નથી. કોઈપણ રેલવે અધિકારી ફોન કોલ્સ, SMS, WhatsApp અથવા સોશિયલ મીડિયા દ્વારા બેંકની વિગતો, OTP, પાસવર્ડ અથવા કોઈપણ ગુપ્ત માહિતી માંગવા માટે અધિકૃત નથી.

પેન્શનરોને સતર્ક રહેવા અને તેમના પરિવારના સભ્યોને પણ બાબતે જાગૃત કરવા સલાહ આપવામાં આવે છે. કોઈપણ શંકાસ્પદ કોલ કે મેસેજની તાત્કાલિક પોલીસ સાયબર સેલ અને સંબંધિત વહીવટી કચેરીને જાણ કરવી જોઈએ.

SM/JD


(રીલીઝ આઈડી: 2232815) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada