ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કેરલમના લોકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા


મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટનો કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો નિર્ણય એ રાજ્યના લોકોની લાંબા સમયની માંગ પૂરી કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે

‘કેરલમ’ નામ તેની તમામ અધિકૃતતા સાથે રાજ્યના વારસાને પ્રગટ કરશે અને તેના ગૌરવને જાળવી રાખશે

પોસ્ટેડ ઓન: 24 FEB 2026 8:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કેરલમના લોકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે “કેરલમના લોકોને હાર્દિક અભિનંદન. મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટનો કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો નિર્ણય એ રાજ્યના લોકોની લાંબા સમયની માંગ પૂરી કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ‘કેરલમ’ નામ તેની તમામ અધિકૃતતા સાથે રાજ્યના વારસાને પ્રગટ કરશે અને તેના ગૌરવને જાળવી રાખશે.”

SM/JY/GP/JD


(રીલીઝ આઈડી: 2232398) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Kannada