રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્ર, ઝારખંડ અને રાજસ્થાનની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 23 FEB 2026 6:49PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ 24 થી 27 ફેબ્રુઆરી, 2026 દરમિયાન મહારાષ્ટ્ર, ઝારખંડ અને રાજસ્થાનની મુલાકાત લેશે.

24 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ લોક ભવન, મુંબઈ ખાતે PD હિન્દુજા હોસ્પિટલ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સેવિંગ લાઈવ્સ એન્ડ બિલ્ડિંગ અ હેલ્ધિયર ભારત’ (જીવન બચાવવું અને સ્વસ્થ ભારતનું નિર્માણ) નું ઉદ્ઘાટન કરશે.

25 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ શેગાંવ, બુલઢાણા ખાતે કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ‘નેશનલ આરોગ્ય મેળા 2026’ માં હાજરી આપશે. તે જ દિવસે, તેઓ નાગપુરમાં બ્રહ્મા કુમારીઝ દ્વારા આયોજિત ‘એકતા અને વિશ્વાસ દ્વારા મહારાષ્ટ્રનો સુવર્ણ યુગ’ ના રાજ્ય કક્ષાના લોન્ચિંગ પ્રસંગે હાજર રહેશે.

26 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ જમશેદપુરના શ્રી જગન્નાથ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેરિટેબલ સેન્ટર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી જગન્નાથ મંદિર, જમશેદપુરના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે. તેઓ મણિપાલ ટાટા મેડિકલ કોલેજ, જમશેદપુરની પણ મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

27 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ પોખરણ, રાજસ્થાન ખાતે વાયુશક્તિ કવાયત (Ex Vayushakti) નિહાળશે.

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2231940) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Malayalam