રેલવે મંત્રાલય
ભારતીય રેલવે 57,200 નોન-એસી કોચ અને 54 લાખ નોન-એસી બેઠકો સાથે વાર્ષિક 720 કરોડ મુસાફરોને કિફાયતી મુસાફરી પૂરી પાડે છે
નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ નવ મહિનામાં સમગ્ર ભારતમાં 245 નવી ટ્રેનો શરૂ કરવામાં આવી, 101 સેવાઓ લંબાવવામાં આવી અને 8 સેવાઓના આવર્તનમાં વધારો કરવામાં આવ્યો
ડિસેમ્બર 2025 સુધી 65,000 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી અને 767 કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવ્યા
દેશભરમાં 164 વંદે ભારત ચેર કાર, 2 વંદે ભારત સ્લીપર, 54 અમૃત ભારત અને 4 નમો ભારત રેપિડ રેલ સેવાઓ કાર્યરત છે
ભારતીય રેલવેના મુસાફર ભાડા વૈશ્વિક સ્તરે સૌથી નીચામાંના એક છે; ઓર્ડિનરી ક્લાસ પાકિસ્તાન અને શ્રીલંકા સહિતના પાડોશી દેશો કરતા 2.5 ગણો સસ્તો છે
વંદે ભારત જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેનોના ભાડા જાપાન કરતા 9 ગણા અને ચીન કરતા 3 ગણા સસ્તા છે
પોસ્ટેડ ઓન:
11 FEB 2026 6:51PM by PIB Ahmedabad
છેલ્લા 11 વર્ષ (2014-2025) દરમિયાન, દેશમાં તમામ પરિવહન ક્ષેત્રોમાં અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ/વધારો કરવાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલ પ્રગતિ નીચે મુજબ છે:
|
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર
|
2014 થી થયેલ પ્રગતિ
|
|
નેશનલ હાઈવે
|
નેશનલ હાઈવે/એક્સપ્રેસવે નેટવર્કમાં આશરે 58,232 કિમી લાંબા નેશનલ હાઈવે/એક્સપ્રેસવે ઉમેરવામાં આવ્યા છે.
|
|
રેલવે
|
આશરે 35,000 કિમી નવા રેલવે ટ્રેક ઉમેરવામાં આવ્યા છે.
|
|
એરપોર્ટ
|
90 કાર્યરત એરપોર્ટ ઉમેરવામાં આવ્યા છે.
|
|
મેટ્રો
|
મેટ્રો નેટવર્કમાં 848 કિમી લંબાઈ અને વધુ 21 શહેરો ઉમેરવામાં આવ્યા છે.
|
તેથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિમાં ફેરફારને અનુરૂપ મોડલ વિતરણ પણ બદલાઈ રહ્યું છે.
નોન-એસી કોચ (જનરલ અને સ્લીપર કોચ)
અનરિઝર્વ્ડ (બિન-અનામત) કોચમાં મુસાફરી કરતા મુસાફરોની માંગને પહોંચી વળવા માટે, રેલવેએ જનરલ ક્લાસ મુસાફરીની માંગ કરતા મુસાફરો માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. માત્ર છેલ્લા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં 1250 જનરલ કોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં (ડિસેમ્બર 2025 સુધીમાં), 767 કોચનો કાયમી વધારા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલવેએ આગામી 5 વર્ષમાં 17,000 નોન-એસી કોચ (જનરલ/સ્લીપર) બનાવવાનું કામ હાથ ધર્યું છે.
ભારતીય રેલવે પર, નોન-એસી કોચની ટકાવારી લગભગ 70% છે જે નીચે મુજબ છે:
કોષ્ટક 1: કોચનું વિતરણ:
- નોન-એસી કોચ (જનરલ અને સ્લીપર): ~57,200 (~70%)
- એસી કોચ: ~25,000 (~30%)
- કુલ કોચ: ~82,200 (100%)
નોન-એસી મુસાફરો માટે ઉપલબ્ધ બેઠકોની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્તમાન માળખું નીચે મુજબ છે:
બેઠકોનું વિતરણ:
- નોન-એસી બેઠકો: ~ 54 લાખ (~ 78%)
- એસી બેઠકો: ~ 15 લાખ (~ 22%)
- કુલ: ~ 69 લાખ (100%)
વધુમાં, બિન-અનામત આવાસ મેળવવા ઈચ્છતા મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, ભારતીય રેલવે કિફાયતી મુસાફરી માટે અનરિઝર્વ્ડ નોન-એસી પેસેન્જર ટ્રેનો/ MEMU / EMU વગેરે ચલાવે છે, જે મેઇલ/એક્સપ્રેસ સેવાઓમાં ઉપલબ્ધ અનરિઝર્વ્ડ આવાસ (કોચ) ઉપરાંત છે.
એકંદરે, ભારતીય રેલવેના મુસાફરોની સંખ્યામાં સ્થિર અને ઝડપી વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં નીચે મુજબ સતત વધારો નોંધાયો છે:
|
વર્ષ
|
પાછલા વર્ષની સાપેક્ષમાં % વૃદ્ધિ
|
|
2022-23
|
~ 82% (પાછલું વર્ષ 2021-22 કોવિડ વર્ષ હોવાથી)
|
|
2023-24
|
~8%
|
|
2024-25
|
~6%
|
જનરલ કોચની ઉચ્ચ ઉપલબ્ધતાને કારણે, જનરલ/બિન-અનામત કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો થવાનો ટ્રેન્ડ નીચે મુજબ છે:
જનરલ/બિન-અનામત કોચમાં મુસાફરો:
- 2020-21: 99 કરોડ (કોવિડ વર્ષ)
- 2021-22: 275 કરોડ (કોવિડ વર્ષ)
- 2022-23: 553 કરોડ
- 2023-24: 609 કરોડ
- 2024-25: 651 કરોડ
તદુપરાંત, જનરલ અને નોન-એસી સ્લીપર કોચનો ઉપયોગ કરતા મુસાફરો માટે વધુ આવાસ પૂરા પાડવા માટે, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના માળખા અંગેની હાલની નીતિ 22 કોચની ટ્રેનમાં 12 જનરલ ક્લાસ અને સ્લીપર ક્લાસ નોન-એસી કોચ અને 08 એસી-કોચની જોગવાઈ કરે છે, જેનાથી જનરલ અને નોન-એસી સ્લીપર કોચનો ઉપયોગ કરતા મુસાફરો માટે વધુ આવાસ મળે છે.
મુસાફરી કરતા મુસાફરોને વધારાનું આવાસ પૂડું પાડવાના તેના સતત પ્રયાસમાં, 2025-26 દરમિયાન (ડિસેમ્બર 2025 સુધી) ભારતીય રેલવેએ 245 ટ્રેન સેવાઓ શરૂ કરી છે, 101 ટ્રેન સેવાઓ લંબાવી છે અને 8 સેવાઓના આવર્તનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
નવી ડિઝાઇનના ટ્રેનસેટ્સ:
ભારતીય રેલવે સમાજના તમામ વર્ગોને કિફાયતી, સારી ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય રેલવેએ નીચેની ટ્રેનો વિકસાવી અને રજૂ કરી છે:
- વંદે ભારત સેવાઓ (ચેર કાર):
ભારતીય રેલવેએ મુસાફરોના મુસાફરીના અનુભવને સુધારવા માટે આધુનિક કોચ, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓ ધરાવતી સ્વદેશી રીતે ડિઝાઇન કરેલી અને ઉત્પાદિત વંદે ભારત ટ્રેનો રજૂ કરી છે. હાલમાં ભારતીય રેલવે નેટવર્ક પર 164 વંદે ભારત ટ્રેન સેવાઓ (ચેર કાર) ચલાવવામાં આવી રહી છે.
- વંદે ભારત સ્લીપર સેવા:
લાંબી મુસાફરીના મુસાફરોના મુસાફરીના અનુભવને સુધારવા અને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીના સંદર્ભમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે, વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓ ધરાવતા આધુનિક કોચ પૂરા પાડવામાં આવે છે. હાલમાં ભારતીય રેલવે નેટવર્ક પર 02 વંદે ભારત સ્લીપર સેવાઓ ચલાવવામાં આવી રહી છે.
- અમૃત ભારત સેવા:
ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને પરિવહનના કિફાયતી સાધનો પૂરા પાડવા માટે, ભારતીય રેલવેએ અમૃત ભારત સેવાઓ રજૂ કરી છે જે સંપૂર્ણપણે નોન-એસી આધુનિક ટ્રેનો છે. અમૃત ભારતની વર્તમાન રચનામાં 11 જનરલ ક્લાસ કોચ, 8 સ્લીપર ક્લાસ કોચ, 01 પેન્ટ્રી કાર અને 02 લગેજ કમ દિવ્યાંગજન કોચનો સમાવેશ થાય છે. વધેલી ઝડપ અને ઉન્નત સુરક્ષા ધોરણો આ ટ્રેનોની વિશેષતા છે. હાલમાં ભારતીય રેલવે નેટવર્ક પર 54 અમૃત ભારત એક્સપ્રેસ સેવાઓ ચલાવવામાં આવી રહી છે.
- નમો ભારત રેપિડ રેલ સેવા:
ભારતીય રેલવેએ નમો ભારત રેપિડ રેલ સેવાઓ રજૂ કરી છે. આ સેવાઓનો હેતુ ટૂંકા અંતરની મુસાફરી માટે ઉપનગરીય અને પ્રાદેશિક મુસાફરોના મુસાફરીના અનુભવને વધારવાનો છે. હાલમાં 4 નમો ભારત રેપિડ રેલ સેવાઓ કાર્યરત છે.
સ્પેશિયલ ટ્રેનો
ભારતીય રેલવે મુસાફરોની વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા અને નિયમિત સેવાઓ દ્વારા ઉપલબ્ધ આવાસને પૂરક બનાવવા માટે તહેવારો, રજાઓ વગેરે દરમિયાન સ્પેશિયલ ટ્રેન સેવાઓ પણ ચલાવે છે.
તદનુસાર, ઉનાળા/શિયાળાના વેકેશન, હોળી, દુર્ગા પૂજા, દિવાળી, છઠ, નાતાલ, સબરીમાલા, ઇદ-ઉલ-ફિત્ર વગેરે જેવા તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે સમગ્ર ભારતીય રેલવે નેટવર્ક પર ચલાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા નીચે મુજબ છે:
|
વર્ષ
|
સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સની સંખ્યા
|
|
2023-24
|
~40,500
|
|
2024-25
|
~85,400
|
ભારતીય રેલવે મુસાફરોની વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા અને નિયમિત સેવાઓ દ્વારા ઉપલબ્ધ આવાસને પૂરક બનાવવા માટે તહેવારો, રજાઓ વગેરે દરમિયાન સ્પેશિયલ ટ્રેન સેવાઓ પણ ચલાવે છે. ઉપરોક્ત ઉપરાંત, મુસાફરોના વિવિધ વર્ગો માટે વધારાના આવાસ જનરેટ કરવા માટે કાયમી અને કામચલાઉ ધોરણે ટ્રેનોનો લોડ પણ વધારવામાં આવે છે. તદનુસાર, વર્ષ 2025-26 દરમિયાન (ડિસેમ્બર 2025 સુધી), આશરે 65,000 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે અને 767 કોચનો ઉપયોગ કાયમી ધોરણે ટ્રેન સેવાઓના વધારા માટે કરવામાં આવ્યો છે.
વ્યવહારું ભાડાના માળખાએ આ સેવાઓની સમગ્ર દેશમાં વ્યાપક વિસ્તરણની સુવિધા આપી છે જે આ સેવાઓ માટે પ્રબળ મુસાફરોની માંગ દર્શાવે છે. વંદે ભારત સેવાઓ તમામ મુખ્ય રૂટ પર ઉચ્ચ ઓક્યુપન્સી (ભરચકતા) લેવલ ધરાવે છે જેમાં વંદે ભારતની ઓક્યુપન્સી 100% ની નજીક છે જે મુસાફરોની પસંદગીમાં ફેરફાર દર્શાવે છે.
ભારતીય રેલવે વાર્ષિક 720 કરોડથી વધુ મુસાફરોને કિફાયતી પરિવહન સેવા પૂરી પાડે છે. ભારતીય રેલવેના ભાડાનું માળખું સામાજિક-આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખવા ઉપરાંત વિશ્વની વિવિધ રેલવે પ્રણાલીઓ દ્વારા અપનાવવામાં આવતી સંબંધિત શ્રેષ્ઠ પ્રથાઓ સાથે પણ મોટાભાગે સુસંગત છે.
વંદે ભારત ટ્રેનોમાં ભાડામાં કોઈ રાહત નથી, જોકે દરેક ટ્રેન સેવાના ચેર કારમાં વિકલાંગ વ્યક્તિઓ (દિવ્યાંગજનો) માટે અનામત ક્વોટા તરીકે ચાર બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે.
ભારતીય રેલવેના ભાડા વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી ઓછા છે. પાડોશી દેશોની સમાન શ્રેણીની સેવાઓના ભાડા સાથે ભારતીય રેલવેના મુસાફર ભાડા (ઓર્ડિનરી ક્લાસ) ની સરખામણી નીચે મુજબ છે:
|
દેશ
|
અંદાજિત લઘુત્તમ ભાડું પ્રતિ PKM
|
ભારત સાથે સરખામણી
|
|
ભારત
|
~ ₹ 0.20
|
-
|
|
પાકિસ્તાન
|
~ ₹ 0.54
|
~ 2.5 ગણું વધારે
|
|
બાંગ્લાદેશ
|
~ ₹ 0.37
|
~ 1.5 ગણું વધારે
|
|
શ્રીલંકા
|
~ ₹ 0.5
|
~ 2.5 ગણું વધારે
|
વંદે ભારત (સેમી હાઈ-સ્પીડ ટ્રેન) માં મુસાફર ભાડાની સરખામણી લગભગ 300-400 કિમીની મુસાફરી માટે ચેર કાર (એસી) માં સમાન શ્રેણીની સેવાઓ સાથે નીચે મુજબ છે:
|
દેશ
|
સરેરાશ અંદાજિત ભાડું પ્રતિ PKM
|
ભારત સાથે સરખામણી
|
|
ભારત
|
~ ₹ 2.19
|
-
|
|
ચીન
|
~ ₹ 7
|
~ 3 ગણું વધારે
|
|
જાપાન
|
~ ₹ 20
|
~ 9 ગણું વધારે
|
|
ફ્રાન્સ
|
~ ₹ 13
|
~ 6 ગણું વધારે
|
નોંધ: ઉપરોક્ત કોષ્ટકોમાં ભાડાની સરખામણી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વંદે ભારત ચેર કાર અથવા વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં ડાયનેમિક ભાડા લાગુ કરવાની કોઈ યોજના નથી.
ભારતીય રેલવેએ 2023-24 માં મુસાફર ટિકિટો પર 60,466 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. આ રેલવેમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિને સરેરાશ 45% ની રાહત સમાન છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો સેવા પૂરી પાડવાની કિંમત ₹ 100 છે, તો ટિકિટની કિંમત માત્ર ₹ 55 છે. આ સબસિડી તમામ મુસાફરો માટે લાગુ છે. વધુમાં, આ સબસિડીની રકમ ઉપરાંતની રાહત વિકલાંગ વ્યક્તિઓ (દિવ્યાંગજનો) ની 4 શ્રેણીઓ, દર્દીઓની 11 શ્રેણીઓ અને વિદ્યાર્થીઓની 8 શ્રેણીઓ જેવી ઘણી શ્રેણીઓ માટે ચાલુ છે.
ભારતીય રેલવે સેવાની કિંમત, સેવાનું મૂલ્ય, પરવડે તેવી ક્ષમતા, અન્ય સ્પર્ધક મોડ્સ તરફથી સ્પર્ધા, સામાજિક-આર્થિક વિચારણાઓ વગેરેને યોગ્ય રીતે ધ્યાનમાં લઈને ભાડા નક્કી કરે છે. વિવિધ ટ્રેન સેવાઓના ભાડા પણ ઓફર કરવામાં આવતી સેવાઓ/સુવિધાઓના પ્રકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
મુસાફર ભાડાને વ્યવહારું બનાવવા માટે વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન એ સતત અને ચાલુ પ્રક્રિયા છે. મુસાફર ભાડા સહિતની વિવિધ મુસાફરો સંબંધિત નીતિઓ અંગેનો પ્રતિસાદ પેસેન્જર એસોસિએશનો, સ્ટેશન પરની કન્સલ્ટેટિવ કમિટીઓ, ડિવિઝન, ઝોનલ લેવલ વગેરે જેવા વિવિધ મંચો દ્વારા સતત પ્રાપ્ત થઈ રહ્યો છે.
ભારતીય રેલવેએ 5 વર્ષના અંતરાલ બાદ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન મુસાફર ભાડાનું બે વાર રેશનલાઈઝેશન (તર્કસંગતકરણ) હાથ ધર્યું છે. આ સુધારા લાગુ પડતા વર્ગોમાં સમાનરૂપે અને માપાંકિત રીતે હાથ ધરવામાં આવ્યા છે. પ્રથમ રેશનલાઈઝેશન 01.07.2025 થી અમલમાં આવ્યું હતું, જેમાં 500 કિમી સુધીના સેકન્ડ ક્લાસ ઓર્ડિનરીના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ પ્રતિ મુસાફર પ્રતિ કિલોમીટર (PKM) અડધા પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓર્ડિનરી (સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ) ના ભાડામાં પ્રતિ PKM અડધા પૈસાનો, મેઇલ એક્સપ્રેસ નોન-એસી ક્લાસમાં પ્રતિ PKM એક પૈસાનો અને એસી ક્લાસમાં પ્રતિ PKM 02 પૈસાનો નજીવો વધારો કરવામાં આવ્યો હતો.
બીજું રેશનલાઈઝેશન 26.12.2025 થી અમલમાં આવ્યું હતું, જેમાં 215 કિમી સુધીના સેકન્ડ ક્લાસ ઓર્ડિનરીના ભાડામાં કોઈ વધારો થયો ન હતો અને ત્યારબાદ પ્રતિ PKM એક પૈસાનો વધારો થયો હતો. ઓર્ડિનરી (સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ) માં પ્રતિ PKM એક પૈસાનો અને મેઇલ એક્સપ્રેસ નોન-એસી ક્લાસ અને એસી ક્લાસમાં પ્રતિ PKM બે પૈસાનો નજીવો વધારો કરવામાં આવ્યો હતો.
ભાડામાં વધારો ઓછો રહ્યો છે, જે મુસાફરીના કિમી દીઠ અડધા પૈસાથી બે પૈસા સુધીનો છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા મુસાફરોની પરવડે તેવી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, સબર્બન સેવા અને સીઝન ટિકિટ ધારકો માટે છેલ્લા દસ વર્ષમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એવો અંદાજ છે કે અડધાથી ઓછી ટ્રિપ્સમાં ભાડામાં નજીવો વધારો થશે.
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં પ્રશ્નોના જવાબમાં આપવામાં આવી હતી.
SM/BS/GP/JD
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2226702)
મુલાકાતી સંખ્યા : 14