રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ભારત દ્વારા દુબઈમાં ફસાયેલા હોવાના અહેવાલવાળા ભારતીય સ્થળાંતરિત મજૂરોની સ્વતઃ સંજ્ઞાન નોંધ લેવામાં આવી


ઝારખંડના ત્રણ જિલ્લાના મજૂરોએ પાસપોર્ટ જપ્ત કરવા, બાકી વેતન અને ભારત પરત ફરવાની મનાઈનો આક્ષેપ કર્યો છે

કમિશને રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્યના સ્થળાંતરિત મજૂર નિયંત્રણ કક્ષ (MWCR) ના વડાને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે

પોસ્ટેડ ઓન: 09 FEB 2026 3:27PM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC), ભારત દ્વારા એક મીડિયા અહેવાલની suo motu (સ્વતઃ સંજ્ઞાન) નોંધ લેવામાં આવી છે કે ઝારખંડના ગિરિડીહ, હજારીબાગ અને બોકારો જિલ્લાના ઓછામાં ઓછા 14 સ્થળાંતરિત મજૂરો દુબઈમાં ફસાયેલા છે. અહેવાલ મુજબ, ટ્રાન્સમિશન લાઇનના કામમાં રોકાયેલી એક કંપનીએ તેમને નોકરીએ રાખ્યા હતા અને તેમની ઘરે પરત ફરવાની મુસાફરીને રોકવા માટે તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા. તેમનું વેતન પણ ચૂકવવામાં આવતું નથી. મજૂરોએ ઝારખંડ સરકારને ભારત પરત ફરવા માટે સુવિધા કરી આપવા અપીલ કરી છે.

કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય તો, માનવ અધિકારોના ઉલ્લંઘનના ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે. તેથી, તેણે રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્યના સ્થળાંતરિત મજૂર નિયંત્રણ કક્ષ (MWCR)ના વડાને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

3 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલ મુજબ, ફસાયેલા મજૂરોમાંના એકે ટેલિફોન પર જાણ કરી હતી કે કંપનીએ ભારતથી દુબઈ સુધીની તેમની એર ટિકિટ ખરીદવા માટે શરૂઆતમાં થયેલા ખર્ચની વસૂલાત કરવા માટે તેમના પગારમાંથી મોટાભાગની રકમ કાપી લીધી હતી. અહેવાલ મુજબ, કંપની તેમના રહેઠાણ માટે ચાર્જ વસૂલી રહી છે અને મજૂરો પાસે પોતાના માટે ખોરાક ખરીદવા માટે પણ પૈસા નથી.

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2225434) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Telugu