મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે ગ્વાટેમાલાના સામાજિક વિકાસ ઉપ-મંત્રી, મહામહિમ ક્લાઉડિયા ટેરેસા વેલેન્ઝુએલા લોપેઝને મળ્યા અને ન્યૂયોર્કમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી
પોસ્ટેડ ઓન:
05 FEB 2026 12:22PM by PIB Ahmedabad
ન્યૂયોર્કમાં સામાજિક વિકાસ આયોગની સાથે સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે ગ્વાટેમાલાના સામાજિક વિકાસ ઉપ-મંત્રી, મહામહિમ ક્લાઉડિયા ટેરેસા વેલેન્ઝુએલા લોપેઝને મળ્યા અને ગ્વાટેમાલા સાથે ઉષ્માભર્યા અને પરસ્પર લાભદાયી ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ચર્ચા દરમિયાન મંત્રીએ મહિલાઓના નેતૃત્વ હેઠળના તથા સર્વસમાવેશક વિકાસ માટે ભારતના સમગ્ર સરકાર અભિગમ પર પ્રકાશ પાડ્યો. તેમણે સામાજિક સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, પોષણ, કુશળતા વિકાસ, ડિજિટલ સશક્તિકરણ તેમજ મહિલાઓની આર્થિક ભાગીદારી સંબંધિત મુખ્ય પહેલોની રૂપરેખા રજૂ કરી. તેમણે સ્વયંસહાય જૂથો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, પીએમ પોષણ શાળા ભોજન યોજના અને ડિજિટલ જાહેર માળખા જેવા મુખ્ય કાર્યક્રમો અંગે ભારતનો અનુભવ શેર કર્યો અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાની માટે ભારતની તૈયારી વ્યક્ત કરી છોકરીઓ માટેની ગ્લોબલ STEM પહેલ ShakthiSAT માં ગ્વાટેમાલાની ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક હતી તેમ જણાવ્યું.
બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્રમાં લિંગ સમાનતા, ગરીબી નાબૂદી, સમાવેશી વિકાસ અને બહુપક્ષીય સહયોગ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને સામાજિક વિકાસ, મહિલા સશક્તિકરણ અને સ્વદેશી સમુદાયોના કલ્યાણમાં વધુ સહયોગ માટેની શક્યતાઓ પર પણ ચર્ચા કરી હતી.

મંત્રીએ ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે પણ વાતચીત કરી, જે દરમિયાન તેમણે પંખુરી પોર્ટલની વિગતો શેર કરી અને સમુદાયને સ્વૈચ્છિક અને પરોપકારી યોગદાન સહિત આંગણવાડી કેન્દ્રો અને બાળ સંભાળ ગૃહોને ટેકો આપીને ભારતના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2223663)
મુલાકાતી સંખ્યા : 10