સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) એ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રુ.10 લાખ સુધીના પ્રોજેક્ટ ખર્ચ ધરાવતા ઉત્પાદન ક્ષેત્ર હેઠળના 63% એકમો અને સેવા ક્ષેત્ર હેઠળના 93% એકમોને મદદ કરી
MSME મંત્રાલયે ફરિયાદોના અસરકારક નિવારણ માટે સંકલિત 'ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસિસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ' (CHAMPIONS) પોર્ટલ સેટઅપ કર્યું
પોસ્ટેડ ઓન:
02 FEB 2026 3:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) એ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સંભવિત લાભાર્થીઓને મુખ્યત્વે નાના પ્રોજેક્ટ ખર્ચ સાથે નવા સૂક્ષ્મ-સાહસો સ્થાપવામાં મદદ કરે છે, જે નાની લોન દ્વારા સુવિધાજનક બનાવવામાં આવે છે. નાણાકીય વર્ષ 2020–21 થી નાણાકીય વર્ષ 2024–25 સુધીના છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, ઉત્પાદન ક્ષેત્ર હેઠળના આશરે 63% એકમો અને સેવા ક્ષેત્ર હેઠળના 93% એકમો કે જેઓ રુ. 10 લાખ સુધીનો પ્રોજેક્ટ ખર્ચ ધરાવે છે, તેમને સહાય કરવામાં આવી છે. વધુમાં, PMEGP હેઠળ નાના પ્રોજેક્ટ્સ માટે ક્રેડિટ (ધિરાણ) અને સબસિડીની પહોંચને સરળ બનાવવા માટે નીચેના પગલાં લેવામાં આવ્યા છે:
- રુ. 10 લાખ થી નીચેના નાના પ્રોજેક્ટ ખર્ચ ધરાવતા લાભાર્થીઓની અરજીઓને અગ્રતા આપવામાં આવી રહી છે.
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા મુજબ, રુ. 10 લાખ સુધીની લોન ધરાવતા પ્રોજેક્ટ્સ માટે બેંકો દ્વારા કોઈ કોલેટરલ સિક્યોરિટી (તારણ) માટે આગ્રહ રાખવો જોઈએ નહીં. આ જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવા માટે મંત્રાલય દ્વારા તમામ મોટી બેંકોને ફરીથી ભાર મૂકવામાં આવ્યો છે.
- ઉત્પાદન ક્ષેત્રમાં રુ. 10 લાખ સુધીના અને સેવા ક્ષેત્રમાં રુ. 5 લાખ સુધીના ખર્ચના પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.
MSME મંત્રાલય એક સંકલિત 'ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસિસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ' (CHAMPIONS) પોર્ટલ ચલાવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય PMEGP સહિત મંત્રાલયની યોજનાઓ સંબંધિત ફરિયાદોનું ઝડપી, અનુકૂળ અને અસરકારક નિવારણ કરવાનો છે. આ પોર્ટલ MSMEs ને વિવિધ સરકારી યોજનાઓ/નીતિઓના નેવિગેશનમાં હેન્ડહોલ્ડિંગ અને મદદ કરવા, માર્ગદર્શન અને સલાહકાર સેવાઓ પૂરી પાડવા અને MSMEs ને મંત્રાલય, રાજ્ય સરકારો, ધિરાણ સંસ્થાઓ અને સરકારી એજન્સીઓના મુખ્ય અધિકારીઓ સાથે જોડવાનું કામ કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક એડવાન્સિસ પરના વ્યાજ દરોને ડિરેગ્યુલેટ (નિયંત્રણમુક્ત) કર્યા છે. તેથી, PMEGP લોન માટેના વ્યાજ દરો RBI દ્વારા નિર્ધારિત નિયમનકારી માળખામાં વ્યક્તિગત બેંકોની તેમની વ્યક્તિગત ક્રેડિટ અને અન્ડરરાઈટિંગ નીતિઓ સાથે જોડાયેલા હોય છે. જો કે, RBI એ તમામ નિયમનકારી સંસ્થાઓને લોનની શરતોમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને પર્યાપ્ત જાહેરાત સુનિશ્ચિત કરવા નિર્દેશો જારી કર્યા છે, જેથી PMEGP લાભાર્થીઓ માહિતગાર નિર્ણયો લઈ શકે અને મનસ્વી વ્યાજની વસૂલાત અટકાવી શકાય. RBI એ PMEGP હેઠળના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં અગ્રતા આપવા માટે બેંકોને જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે.
આ માહિતી આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે દ્વારા આપવામાં આવી હતી.
SM/GP/JD
(રીલીઝ આઈડી: 2222274)
મુલાકાતી સંખ્યા : 14