ખાતર વિભાગ
ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધોમાં નવેસરથી વેગ
પોટાશ અને ખાતર સુરક્ષામાં સહયોગ મજબૂત બનાવવો
રોકાણ, ટેકનોલોજી સહયોગ અને ભાવિ રોડમેપ
प्रविष्टि तिथि:
29 JAN 2026 7:20PM by PIB Ahmedabad
માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ઊર્જા (ખાતર) મંત્રી શ્રી જેપી નડ્ડાએ 29 જાન્યુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીમાં કેનેડાના કુદરતી સંસાધન મંત્રી માનનીય શ્રી ટિમ હોજસનના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય કેનેડિયન પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી.

કેનેડિયન પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા, શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતમાં પોટાશની ઉપલબ્ધતા મજબૂત કરવી એ જમીનની ફળદ્રુપતા પુનઃસ્થાપિત કરવા અને ભારતના સંકલિત પોષક તત્વો વ્યવસ્થાપન (Integrated Nutrient Management) માળખા હેઠળ સંતુલિત પોષક તત્વોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીત છે. મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) ના ભરોસાપાત્ર સપ્લાયર તરીકે કેનેડાની ભૂમિકાની પ્રશંસા કરતા, શ્રી નડ્ડાએ નોંધ્યું હતું કે ભારત તેની MOP ખાતરની કુલ જરૂરિયાતના લગભગ 25% કેનેડાથી આયાત કરે છે. તેમણે કેનેડિયન પોટાશ ડેવલપમેન્ટ કંપની કર્નાલાઇટ રિસોર્સીસ ઇન્ક. (Karnalyte Resources Inc.) માં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) ના CAD 49.68 મિલિયનના રોકાણને પણ હાઇલાઇટ કર્યું હતું. GSFC હાલમાં પ્રોજેક્ટમાં 47.73% ઇક્વિટી હિસ્સો ધરાવે છે, જે ભારતને આ મહત્વપૂર્ણ પોટાશ એસેટ પ્રોજેક્ટમાં નોંધપાત્ર વ્યૂહાત્મક હિસ્સો આપે છે.

વિચારવિમર્શ દરમિયાન, શ્રી હોજસને ભારતની કૃષિ ઉત્પાદકતાને ટેકો આપવા માટે કેનેડાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી અને નોંધ્યું હતું કે પોટાશ કૃષિ માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે. તેમણે કેનેડાના નવા રોકાણ વાતાવરણની રૂપરેખા આપી અને જણાવ્યું હતું કે કુદરતી સંસાધન ક્ષેત્રમાં ભારતીય ભાગીદારો દ્વારા કરવામાં આવેલ કોઈપણ રોકાણને કેનેડા સરકાર દ્વારા તેટલું જ પ્રોત્સાહન (matched) આપવામાં આવશે.

બંને પક્ષોએ પોટાશ સુરક્ષા માટે ભારતની લાંબા ગાળાની વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરી હતી, જેમાં ખાણકામ અને સંશોધનમાં તકનીકી સહયોગની તકો અને MOP માટે કેનેડા સાથે વધુ લાંબા ગાળાના સપ્લાય કોન્ટ્રાક્ટ સુરક્ષિત કરવામાં ભારતની રુચિનો સમાવેશ થાય છે.

આ ચર્ચાઓએ ખાતર ક્ષેત્રમાં સહયોગ વધારવા અને લાંબા ગાળાની ખાદ્ય અને કૃષિ સુરક્ષા માટે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે ભારત અને કેનેડાની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ પહેલથી બંને દેશોને ફાયદો થશે જે ઊંડા આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે અને ખાતર ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક રોકાણોને ટેકો આપશે.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2220552)
आगंतुक पटल : 13