યુવા બાબતો અને રમત મંત્રાલય
માય ભારત-NSS પ્રજાસત્તાક દિવસ ટુકડી 2026 એ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સાથે વાતચીત કરી
માનનીય પ્રધાનમંત્રી મોદીજી કલ્પના કરે છે તેમ, અમે એક લાખ યુવા નેતાઓ બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ જેઓ ઉદ્દેશ્યથી પ્રેરિત હોય, રાજકારણથી નહીં - એવા નેતાઓ જે ભારતનું ભાગ્ય ઘડશે: ડૉ. માંડવિયા
प्रविष्टि तिथि:
26 JAN 2026 8:14PM by PIB Ahmedabad
માય ભારત–NSS પ્રજાસત્તાક દિવસ ટુકડી અને વિશેષ અતિથિઓ 2026 એ આજે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સાથે વાતચીત કરી, જે 77મા પ્રજાસત્તાક દિવસ પર દેશભક્તિની ભાવનાને ચિહ્નિત કરે છે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મેદનીને સંબોધિત કરી અને વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં યુવાનોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું, "માનનીય પ્રધાનમંત્રી મોદીજી કલ્પના કરે છે તેમ, અમે એક લાખ યુવા નેતાઓ બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ જેઓ ઉદ્દેશ્યથી પ્રેરિત હોય, રાજકારણથી નહીં - એવા નેતાઓ જે ભારતનું ભાગ્ય ઘડશે."

યુવાનોને રાષ્ટ્ર-પ્રથમની માનસિકતા વિકસાવવા વિનંતી કરતા, ડૉ. માંડવિયાએ રાષ્ટ્ર નિર્માણની પહેલોમાં યુવાનોની આકાંક્ષાઓ અને સહભાગિતાને ચેનલાઇઝ કરવામાં માય ભારત (My Bharat) પ્લેટફોર્મની અસર પર પ્રકાશ પાડ્યો હતો.

ડૉ. માંડવિયાએ કારગિલમાં પદયાત્રા, જન ઔષધિ ઇન્ટર્નશિપ અને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) માં 50 લાખ સ્પર્ધકોની સહભાગિતા સહિત યુવા જોડાણની પહેલોની રૂપરેખા પણ આપી હતી.

તેમણે ઉમેર્યું, "VBYLD 2026 માટે 3000 યુવા નેતાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ફાઇનલિસ્ટોએ માનનીય પ્રધાનમંત્રી સમક્ષ સીધા જ વિચારો રજૂ કર્યા હતા, જે નીતિ ઘડતરમાં યુવાનોના યોગદાનને પ્રતિબિંબિત કરે છે."

યુવા બાબતોના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલે તેમના સ્વાગત પ્રવચનમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી અને યુવા સશક્તિકરણ પ્રત્યે મંત્રાલયની પ્રતિબદ્ધતા દોહરાવી. માય ભારત-NSS ના કન્ટિન્જન્ટ કમાન્ડર સુશ્રી ચારુએ કર્તવ્ય પથ પર માર્ચ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને કેન્દ્રીય મંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું. RD પરેડ 2026 ના NSS સ્વયંસેવકો દ્વારા વાઇબ્રન્ટ સાંસ્કૃતિક પ્રદર્શન કાર્યક્રમમાં રંગ ઉમેર્યો હતો.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2218936)
आगंतुक पटल : 8