સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

PM વિશ્વકર્મા કારીગરો, SRI ફંડના લાભાર્થીઓ, ખાદી વિકાસ યોજના હેઠળ તાલીમ પામેલા કારીગરો અને મહિલા કોયર(Coir) યોજના હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલા કારીગરોને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડ 2026 જોવા માટે 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યા


MSME કેન્દ્રીય મંત્રી શ્રી જીતન રામ માંઝી અને MSME રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે 25 જાન્યુઆરી, 2026 ના રોજ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (NSIC) ખાતે લાભાર્થીઓના માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે

प्रविष्टि तिथि: 24 JAN 2026 4:54PM by PIB Ahmedabad

PM વિશ્વકર્મા યોજના અને સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા (SRI) ફંડના લાભાર્થીઓ, ખાદી વિકાસ યોજના હેઠળ તાલીમ પામેલા કારીગરો અને મહિલા કોયર યોજના હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલા કારીગરોને સંરક્ષણ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડ 2026 જોવા માટે 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

PM વિશ્વકર્મા યોજનાના કુલ 100 લાભાર્થીઓ, તેમના જીવનસાથીઓ સાથે; ખાદી વિકાસ યોજના હેઠળ તાલીમ પામેલા 199 કારીગરો, તેમના જીવનસાથીઓ સાથે; SRI ફંડના 50 લાભાર્થીઓ, તેમના જીવનસાથીઓ સાથે; અને મહિલા કોયર યોજના હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 50 મહિલા કારીગરો, 26 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી રહ્યા છે. આ લાભાર્થીઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે.

કાર્યક્રમના ભાગરૂપે, માનનીય MSME મંત્રી શ્રી જીતન રામ માંઝી અને માનનીય MSME રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે 25 જાન્યુઆરી, 2026 ના રોજ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (NSIC), ઓખલા, નવી દિલ્હી ખાતે લાભાર્થીઓના માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના રોકાણ દરમિયાન, વિશેષ અતિથિઓ ઐતિહાસિક સ્મારકો અને પ્રધાનમંત્રી સંગ્રહાલયની પણ મુલાકાત લેશે, જે તેમને ભારતનો સમૃદ્ધ વારસો અને લોકશાહી વિરાસતનો અનુભવ કરવાની તક પૂરી પાડશે.

ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા 17 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી PM વિશ્વકર્મા યોજના, 18 પરંપરાગત વ્યવસાયોમાં રોકાયેલા કારીગરો અને શિલ્પકારોને છેવાડા સુધીનો (end-to-end) સહકાર પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથેની એક વ્યાપક પહેલ છે.

સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા (SRI) ફંડ એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને સશક્ત બનાવવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની એક મુખ્ય પહેલ છે. આ ફંડ સુવ્યાખ્યાયિત વિસ્તરણ યોજનાઓ ધરાવતા વ્યવહારુ MSMEs ને વૃદ્ધિ મૂડી પૂરી પાડીને ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો લાભ લેવા માટે રચાયેલ છે.

ખાદી વિકાસ યોજના એ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના (KGVY) ની છત્ર યોજના (umbrella scheme) હેઠળની એક પેટા-યોજના છે અને ખાદીના પ્રચાર અને વિકાસ માટે KVIC દ્વારા તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

મહિલા કોયર યોજના એ મહિલા લક્ષી, સ્વ-રોજગાર યોજના છે જે કોયર બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ નાળિયેરનું ઉત્પાદન કરતા પ્રદેશોમાં ગ્રામીણ મહિલા કારીગરોને સ્ટાઈપેન્ડ સુવિધાઓ સાથે તાલીમ આપવા અને સ્વ-રોજગારની તકો ઊભી કરવાનો છે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2218352) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam