નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાકીય સેવાઓ વિભાગે જાહેર ક્ષેત્રની બેંકોના સહયોગથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજ લોન્ચ કર્યું


યુનિફાઇડ સેલરી એકાઉન્ટ ફ્રેમવર્ક કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંકલિત બેંકિંગ અને વીમા લાભો સાથે વન-સ્ટોપ ફાઇનાન્સિયલ સોલ્યુશન પૂરું પાડે છે

प्रविष्टि तिथि: 14 JAN 2026 7:28PM by PIB Ahmedabad

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) એ જાહેર ક્ષેત્રની બેંકોને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત 'સેલરી એકાઉન્ટ પેકેજ' રજૂ કરવાની સલાહ આપીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના નાણાકીય કલ્યાણ અને સામાજિક સુરક્ષાને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

 

સેલરી એકાઉન્ટ પેકેજ આજે નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ શ્રી એમ. નાગરાજૂ દ્વારા ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચિંગ ઈવેન્ટમાં SBI ના ચેરમેન, તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના MD અને CEO, NPCI ના CEO વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અને DFS ના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ સરકારના 'વિકસિત ભારત 2047' ના વિઝન અને 2047 સુધીમાં 'સૌ માટે વીમો' (Insurance for All) ની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક જ, સીમલેસ એકાઉન્ટ સ્ટ્રક્ચર હેઠળ બેંકિંગ અને વીમા લાભોનો વ્યાપક સમૂહ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. તમામ કેડર [ગ્રુપ A, B અને C] ના કર્મચારીઓ માટે મહત્તમ કવરેજ, સમાનતા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે બેંકો સાથે પરામર્શ કરીને આ પેકેજો કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રોડક્ટમાં ત્રણ મુખ્ય વિભાગો છે - બેંકિંગ, વીમો અને કાર્ડ્સ - જે તેને કર્મચારીઓ માટે વન-સ્ટોપ ફાઇનાન્શિયલ સોલ્યુશન બનાવે છે. કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

બેંકિંગ સુવિધાઓ

  • ઉન્નત સુવિધાઓ સાથે ઝીરો-બેલેન્સ સેલરી એકાઉન્ટ
  • ચેક સુવિધાઓ સાથે મફત રેમિટન્સ એટલે કે RTGS/ NEFT/ UPI
  • હાઉસિંગ, શિક્ષણ, વાહન અને વ્યક્તિગત જરૂરિયાતો માટેની લોન પર રાહતદરે વ્યાજ દર
  • લોન પ્રોસેસિંગ ચાર્જમાં છૂટછાટ
  • લોકર રેન્ટલ પર માફી
  • ફેમિલી બેંકિંગ લાભો

વધારેલું વીમા કવરેજ

  • રૂ. 1.50 કરોડ સુધીનો વ્યક્તિગત અકસ્માત વીમો
  • રૂ. 2 કરોડ સુધીનો એર એક્સિડન્ટ વીમો (હવાઈ અકસ્માત વીમો)
  • રૂ. 1.50 કરોડ સુધીનું કાયમી સંપૂર્ણ અને આંશિક અપંગતા કવર
  • ટર્મ લાઈફ ઇન્શ્યોરન્સ - રૂ. 20 લાખ સુધીનું ઇન-બિલ્ટ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોટેક્શન, પોષાય તેવા પ્રીમિયમ પર વીમા કવરેજ વધારવા માટે વધારાની ટોપ-અપ સુવિધા સાથે.
  • હેલ્થ ઇન્શ્યોરન્સ - પોષાય તેવા પ્રીમિયમ પર વીમા કવરેજ વધારવા માટે બેઝ પ્લાન અને વધારાની ટોપ-અપ સુવિધા સાથે સ્વ અને પરિવાર માટે વ્યાપક આરોગ્ય વીમા કવચ.

ડિજિટલ અને કાર્ડ સુવિધાઓ

  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ઉન્નત લાભો
  • એરપોર્ટ લાઉન્જ એક્સેસ, રિવોર્ડ પ્રોગ્રામ્સ અને કેશબેક ઓફર
  • અમર્યાદિત વ્યવહારો અને શૂન્ય (Nil) મેન્ટેનન્સ ચાર્જ

કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજની સંપૂર્ણ વિગતો DFS ની વેબસાઇટ https://financialservices.gov.in પર ઉપલબ્ધ છે.

આ પહેલ સુનિશ્ચિત કરે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, જેઓ જાહેર વહીવટની કરોડરજ્જુ સમાન છે, તેઓને સિંગલ વિન્ડો સોલ્યુશન દ્વારા આધુનિક બેંકિંગ સેવાઓ અને વ્યાપક નાણાકીય સુરક્ષા પ્રાપ્ત થાય. વીમો, મેડિકલ કવર અને ઉન્નત બેંકિંગ સુવિધાઓને એક સંયુક્ત સેલરી એકાઉન્ટ પેકેજમાં સંકલિત કરીને, આ યોજના કર્મચારીઓને સરળ ઍક્સેસ, નાણાકીય સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

આ સુધારો કર્મચારી કલ્યાણ અને નાણાકીય સુરક્ષા પ્રત્યે સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, સાથે સાથે કર્મચારી-બેંક સંબંધોને પણ મજબૂત બનાવે છે.

DFS એ જાહેર ક્ષેત્રની બેંકોને તેમની સત્તાવાર વેબસાઇટ્સ દ્વારા આ ઉત્પાદનોનો વ્યાપક પ્રચાર કરવા, સરકારી વિભાગોમાં વિશેષ જાગૃતિ શિબિરોનું આયોજન કરવા, વિગતવાર ઉત્પાદન માહિતી સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ સુધી સક્રિયપણે પહોંચવા અને કર્મચારીઓની સંમતિ સાથે વર્તમાન પગાર ખાતાઓને આ નવા પેકેજમાં સ્થાનાંતરિત કરવાની સુવિધા આપવા સલાહ આપી છે.

તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાહેર ક્ષેત્રની બેંકોમાં તેમના પગાર ખાતા (સેલરી એકાઉન્ટ) દ્વારા આ વ્યાપક યોજનાના લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2214711) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Tamil