યુવા બાબતો અને રમત મંત્રાલય
રાષ્ટ્રીય રમતગમત શાસન (રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ) નિયમો, 2026
प्रविष्टि तिथि:
12 JAN 2026 4:53PM by PIB Ahmedabad
ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન (રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ) નિયમો, 2026 રાષ્ટ્રીય રમતગમત શાસન કાયદા, 2025 હેઠળ નોટિફાઇ કર્યા છે. આ નિયમો રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ અને પ્રાદેશિક રમતગમત ફેડરેશનના સભ્યો માટે અયોગ્યતાના માપદંડો, ચૂંટણીની પ્રક્રિયાઓ, સામાન્ય સભા અને કાર્યકારી સમિતિની રચના, તેમજ અસાધારણ યોગ્યતા ધરાવતા રમતવીરોને સામેલ કરવા માટેનું માળખું પૂરું પાડે છે.
આ નિયમો રાષ્ટ્રીય રમતગમત ચૂંટણી પંચ માટેની જોગવાઈઓ વર્ણવે છે અને રાષ્ટ્રીય રમતગમત બોર્ડ સાથે જોડાયેલા એકમોની નોંધણી તેમજ નિયમિત અપડેટ કરવાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે જણાવે છે. આ નિયમોમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ પૈકી, રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓની સામાન્ય સભાઓમાં ઓછામાં ઓછા 4 અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડીઓ (Sportspersons of Outstanding Merit )નો સમાવેશ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય સભામાં મહિલા SOMsનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે, નિયમોમાં ખાસ કરીને સામાન્ય સભામાં મહિલા SOMs માટે 50 ટકા અનામત રાખવાની જોગવાઈ છે.
રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025માં આદેશિત કર્યા અનુસાર, રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓની કાર્યકારી સમિતિમાં ઓછામાં ઓછી 4 મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે, નિયમોમાં એવી જોગવાઈ છે કે દરેક રાષ્ટ્રીય રમતગમત સંસ્થા તેની નિયમાવલીમાં સુધારો કરી કાર્યકારી સમિતિમાં મહિલાઓ માટે અમુક પદો અનામત રાખી શકે છે. આ નિયમો રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓની સામાન્ય સભા અને કાર્યકારી સમિતિમાં રાજ્ય રમતગમત સંસ્થાઓ (SOMs)ના પ્રતિનિધિત્વ માટે સામાન્ય તેમજ સ્તરીય પાત્રતાના માપદંડો પણ નક્કી કરે છે.
ખેલાડીઓ જે SOM તરીકે નિયુક્ત થવા અરજી કરે છે, તેમની ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તેઓએ સક્રિય રમતગમતમાંથી નિવૃત્ત થયા હોવા જોઈએ અને અરજીની તારીખથી ઓછામાં ઓછું 1 વર્ષ પહેલાં જિલ્લા, રાજ્ય કે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેની કોઈ પણ સ્પર્ધાત્મક રમતગમતની ઘટનામાં ભાગ લીધો ન હોવો જોઈએ. નિયમોમાં રમતગમતના પ્રકાર અને ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતગમતની શાખાઓમાં મેળવેલી સિદ્ધિઓના સ્તરને ધ્યાનમાં રાખીને એક સ્તરીય માપદંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.
ક્રમબદ્ધ માપદંડોમાં 10 સ્તરો નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ઉનાળાના ઓલિમ્પિક, પેરાલિમ્પિક અથવા શિયાળુ ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ, રજત અથવા કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડીઓથી લઈને રાષ્ટ્રીય રમતો અથવા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સુવર્ણ, રજત અથવા કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. ક્રાઇટેરિયાના સ્તરો વિવિધ રમતશિસ્તઓની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં વ્યાપક રાખવામાં આવ્યા છે.
આ નિયમો એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી માટેની પ્રક્રિયાની વિગતવાર રૂપરેખા આપે છે અને SOMs બનવા માટે અરજી સબમિટ કરવાથી ચૂંટણી જાહેર કરવા, અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવા તથા નામાંકન મંગાવવા સુધીના દરેક તબક્કા માટે સમયમર્યાદા નક્કી કરે છે. આ નિયમોમાં રાષ્ટ્રીય રમતગમત સંસ્થાની સામાન્ય સભાના સભ્ય કે કોઈ પણ સમિતિના સભ્ય બનવા માટેની અયોગ્યતાઓ દર્શાવવામાં આવી છે, અને તેમને એક્ઝિક્યુટિવ કમિટી અથવા એથ્લીટ્સ કમિટીની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે અપાત્ર ગણવામાં આવે છે.
નિયમોમાં દર્શાવેલ અયોગ્યતાઓમાં, કોર્ટ દ્વારા ગુના માટે દોષિત ઠરનાર અને જેમને જેલની સજા ફટકારવામાં આવી હોય, તેઓ રાષ્ટ્રીય રમતગમત સંસ્થાની એક્ઝિક્યુટિવ કમિટી અથવા એથ્લેટ્સ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારી કરવાથી તેમજ સામાન્ય સભાના સભ્ય કે કોઈપણ સમિતિના સભ્ય બનવા માટે પ્રતિબંધિત કરવામાં આવે છે. નિયમોમાં એવી જોગવાઈ છે કે રાષ્ટ્રીય રમતગમત ચૂંટણી પંચમાં હંમેશાં ઓછામાં ઓછા 20 એવા સભ્યો હોવા જોઈએ, જે રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ 2025 હેઠળ નિર્ધારિત લાયકાતોને પૂરી કરતા હોય.
ચૂંટણી પેનલમાંથી પસંદ કરાયેલા ચૂંટણી અધિકારીની ફી રાષ્ટ્રીય રમતગમત સંસ્થા દ્વારા ચૂંટણી અધિકારી સાથેની પરસ્પર સંમતિના આધારે નક્કી થશે, જે વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, અને અધિકારીના સહાયક માટેની પરસ્પર સંમત થયેલી ફી, જો કોઈ હોય તો એ પણ સાથે ચૂકવવામાં આવશે. આ નિયમોમાં એ પણ જોગવાઈ છે કે દરેક રાષ્ટ્રીય રમતગમત સંસ્થાએ અધિનિયમની જોગવાઈઓ અનુસાર પોતાની નિયમાવલીમાં 6 મહિનાની અંદર સુધારો કરવો આવશ્યક છે.
આ નિયમો કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રમતગમત સંસ્થા પાસેથી અરજી મળ્યા પછી, લેખિતમાં નોંધાયેલા કારણોસર નિયમોની જોગવાઈઓમાં 12 મહિના માટે રાહત આપવાની સત્તા આપે છે. રાષ્ટ્રીય રમતગમત શાસન (રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓ) નિયમોની જાહેરાત એ રાષ્ટ્રીય રમતગમત અધિનિયમ 2025ના અમલીકરણ બાદ વૈધાનિક રમતગમત શાસન માળખા તરફના સરળ ગતિનું એક મહત્વપૂર્ણ પગલું છે.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2213833)
आगंतुक पटल : 9