કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

NIFT દ્વારા ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

प्रविष्टि तिथि: 06 JAN 2026 5:06PM by PIB Ahmedabad

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)એ વિવિધ કેટેગરીમાં ઘટાડેલી ફી સાથે ફેશન ડિઝાઇન, મેનેજમેન્ટ અને ટેકનોલોજીના વિવિધ UG અને PG અભ્યાસક્રમોની 2026-27ની બેચ માટે પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુમાં વધુ ઉમેદવારોને ઘટાડેલી ફીનો લાભ મળી રહે તે હેતુથી, NIFT એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2026 સુધી લંબાવી છે (જ્યારે 14 થી 16 જાન્યુઆરી 2026 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે). CBT (કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ) અને પેન-પેપર આધારિત પ્રવેશ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 8 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશના 102 શહેરોમાં આયોજિત કરવામાં આવશે.

2026-27ની બેચ માટે, ઓપન, OBC (NCL) અને ઓપન-EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી રૂ. 3,000/- થી ઘટાડીને રૂ. 2,000/- કરવામાં આવી છે અને SC, ST અને PwD ઉમેદવારો માટે રૂ. 1,500/- થી ઘટાડીને રૂ. 500/- કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો વધુ માહિતી માટે https://exams.nta.nic.in/niftee/ ની મુલાકાત લઈ શકે છે.

SM/DK/GP/JD

 


(रिलीज़ आईडी: 2211842) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil