ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
પીએલઆઈ યોજના હેઠળનું રોકાણ
પીએલઆઈ યોજના ભારતીય ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મોટા પાયે રોકાણ અને નિકાસમાં ઉછાળા સાથે શક્તિ આપે છે
प्रविष्टि तिथि:
11 DEC 2025 3:51PM by PIB Ahmedabad
ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈએસએફપીઆઈ) હેઠળ મંજૂર થયેલા અરજદારો દ્વારા ₹9,207 કરોડનું સંચિત રોકાણ કરવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ એપ્રિલ, 2021થી નાણાકીય વર્ષ સપ્ટેમ્બર, 2025 સુધી પીએલઆઈએસએફપીઆઈ લાભાર્થીઓનું સંચિત નિકાસ વેચાણ મંજૂર ઉત્પાદનો માટે ₹89,053.44 કરોડ છે.
પીએલઆઈએસએફપીઆઈ યોજના હેઠળ 170 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ મંજૂરી માટે કોઈ અરજી પેન્ડિંગ નથી.
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી રવનીતસિંહે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2202561)
आगंतुक पटल : 12