ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દીવાળીના યુનેસ્કોની અમૂર્ત વારસાની સૂચિમાં પ્રવેશ બદલ પ્રશંસા કરી
ભારત માટે ગર્વની ક્ષણ, દીપાવલી યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં પ્રવેશી
આ આધુનિક યુગમાં પણ આપણા પ્રાચીન સાંસ્કૃતિક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવે છે
પ્રકાશના તહેવારે પ્રાચીનકાળથી જ આપણને સારા અને ન્યાયીઓના વિજયમાં વિશ્વાસ રાખવાની પ્રેરણા આપી છે
હવે તે ખૂબ જ આનંદદાયક છે કે તે હવે વૈશ્વિક સુખાકારીને પ્રોત્સાહન આપશે
प्रविष्टि तिथि:
10 DEC 2025 3:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દીવાળીના યુનેસ્કોની અમૂર્ત વારસાની સૂચિમાં પ્રવેશ બદલ પ્રશંસા કરી હતી. ‘X’ પરની એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે જણાવ્યું, "ભારત માટે ગૌરવની ક્ષણ, કારણ કે દીપાવલિનો યુનેસ્કોની અમૂર્ત વારસાની સૂચિમાં પ્રવેશ થયો છે. આ આધુનિક યુગમાં પણ આપણા પ્રાચીન સાંસ્કૃતિક આચારના મહત્વને દર્શાવે છે. પ્રકાશના આ તહેવારે આપણને પ્રાચીન કાળથી ભલાઈ અને સત્યના વિજયમાં વિશ્વાસ રાખવા પ્રેરિત કરતો આવ્યો છે. હવે આ સમગ્ર વિશ્વના કલ્યાણને પ્રોત્સાહિત કરશે તે આનંદદાયક છે.”
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2201526)
आगंतुक पटल : 10