પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
ભૂગર્ભ પાઇપલાઇન્સ માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી
प्रविष्टि तिथि:
08 DEC 2025 3:49PM by PIB Ahmedabad
ઓઇલ અને ગેસ કંપનીઓએ ભૂગર્ભ ઓઇલ અને ગેસ પાઇપલાઇન્સને અનધિકૃત ખોદકામથી સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલાં અમલમાં મૂક્યા છે, જેમાં અન્ય બાબતોની સાથે સાથે, રીઅલ-ટાઇમ મોનિટરિંગ માટે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (SCADA) સિસ્ટમ્સ, નિયમિત સુરક્ષા પેટ્રોલિંગ, લીક ડિટેક્શન સિસ્ટમ્સ (LDS), જાહેર જાગૃતિ ઝુંબેશો, પાઇપલાઇન ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ્સ (PIDS), નેગેટિવ પ્રેશર વેવ લીક ડિટેક્શન સિસ્ટમ્સ, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS)-આધારિત પાઇપલાઇન મેપિંગ વગેરેનો સમાવેશ થાય છે.
પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન્સ (P&MP) અધિનિયમ, 1962, પાઇપલાઇન રાઇટ ઓફ યુઝર (ROU) વિસ્તારોમાં કાયમી માળખાના નિર્માણ અથવા વૃક્ષારોપણ પર પ્રતિબંધ મૂકે છે અને પાઇપલાઇનને નુકસાન પહોંચાડવા બદલ કેદ સહિતની દંડની જોગવાઈ કરે છે. PM ગતિ શક્તિ કાર્યક્રમ હેઠળ, નજીકના કોઈપણ નવા પ્રોજેક્ટની જાણકારી યુટિલિટી માલિકોને ગતિ શક્તિ પોર્ટલનો ઉપયોગ કરીને આપવામાં આવે છે. આ સંભવિત ઉલ્લંઘનને ઓળખવામાં મદદ કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે CBuD (Call Before you Dig) નામની એપ્લિકેશન વિકસાવી છે અને તે ઓઇલ અને ગેસ કંપનીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે, જેથી ઉત્ખનન (ખોદકામ) કરતી એજન્સીઓ અને ઓઇલ અને ગેસ કંપનીઓ GAs (ભૌગોલિક વિસ્તારો) વચ્ચે સંકલન સરળ બની શકે અને આ રીતે CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવાની ઘટનાઓ ઘટી શકે. પાઇપલાઇન સ્થાનોને ઓળખવા, પાઇપલાઇનની ઊંડાઈ નક્કી કરવા અને ક્રોસિંગ કાર્ય માટે મંજૂરીઓ મેળવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOPs) અમલમાં છે. આમ, ઓઇલ અને ગેસ કંપનીઓ ભૂગર્ભ ગેસ અને ઓઇલ પાઇપલાઇન્સને સુરક્ષિત રાખવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે નજીકનું સંકલન જાળવી રાખે છે.
આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી સુરેશ ગોપી દ્વારા આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2200411)
आगंतुक पटल : 15