સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
સરકારે MSMEsને નાણાંકીય સહાય અને ટેકનોલોજી અને વેપાર સહાય પૂરી પાડવા માટે ઘણા પગલાં લીધાં
ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) દ્વારા લગભગ 14.6 લાખ MSME ખાતાઓને બિન-કાર્યકારી સંપત્તિ (નોન-પરફોર્મિંગ એસેટ (NPA))બનતા બચાવવામાં આવ્યા
MSME ચેમ્પિયન્સ યોજનાનો હેતુ પ્રક્રિયાઓનું આધુનિકીકરણ કરવું, બગાડ ઘટાડવો અને MSMEની વ્યાવસાયિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે
प्रविष्टि तिथि:
08 DEC 2025 1:38PM by PIB Ahmedabad
સરકારે દેશમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ-MSME ક્ષેત્ર સંબંધિત પડકારોના સમાધાન માટે નીચેના પગલાં લીધા છે.
· MSMEને વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 2020માં નવા સુધારેલા માપદંડો અપનાવવામાં આવ્યા. જેને 01.04.2025 થી પુનઃસુધારિત કરવામાં આવ્યા છે.
I. 01.07.2020થી વેપારની સરળતા માટે MSME માટે ઉદ્યમ નોંધણી શરૂ કરાઈ.
II. 02.07.2021થી છૂટક અને જથ્થાબંધ વેપારીઓને MSME તરીકે સમાવવામાં આવ્યા છે.
III. MSMEની સ્થિતિમાં ફેરફાર થવા પર બિન-કર લાભો 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે.
IV. પ્રાથમિકતા ક્ષેત્ર લોન હેઠળ લાભ મેળવવા માટે અનૌપચારિક સૂક્ષ્મ ઉદ્યોગોને ઔપચારિક દાયરામાં લાવવા માટે 11.01.2023ના રોજ ઉદ્યમ આસિસ્ટ પ્લેટફોર્મનું શુભારંભ કરવામાં આવશે.
V. MSMEમાં ઇક્વિટી રોકાણ માટે આત્મનિર્ભર ભારત કોષનું સંચાલન.
· MSME સહિતના વ્યવસાયો માટે ₹5 લાખ કરોડની ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના 31.03.2023 સુધી લાગુ હતી. ECLGS પર ભારતીય સ્ટેટ બેંકના 23.01.2023ના એક સંશોધન અહેવાલ મુજબ, લગભગ 14.6 લાખ MSME ખાતાઓ, જેમાંથી લગભગ 98.3% ખાતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ શ્રેણીઓમાં હતા, તેમને બિન-કાર્યકારી સંપત્તિ (NPA) બનતા બચાવવામાં આવ્યા.
· ચામડા અને વસ્ત્ર ક્ષેત્ર સહિત વિવિધ MSMEને પૂરતી નાણાકીય, ટેકનોલોજી અને વેપાર સહાય પૂરી પાડવા માટે ઘણાં પગલાં લેવામાં આવ્યા છે, જેમાં નીચેની યોજનાઓનો સમાવેશ થાય છે:
o બેંક લોન પર માર્જિન મની સબસિડી આપીને બિન-કૃષિ ક્ષેત્રમાં નવા સૂક્ષ્મ ઉદ્યોગોની સ્થાપના માટે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ.
o પ્લાન્ટ અને મશીનરી/ઉપકરણોની ખરીદી માટે સંસ્થાકીય ધિરાણ પર SC/ST MSEને 25% સબસિડીની જોગવાઈ સાથે ખાસ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી યોજના.
o ₹10 કરોડ સુધીના ગેરંટી કવરેજ સાથે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે કોલેટરલ મુક્ત લોન માટે ક્રેડિટ ગેરંટી યોજના.
o અનૌપચારિક સૂક્ષ્મ ઉદ્યોગો માટે ₹20 લાખ સુધીની કોલેટરલ મુક્ત લોન.
o પીએમ વિશ્વકર્મા યોજના, મુદ્રા લોન વગેરે.
· MSME ચેમ્પિયન્સ યોજનાનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓનું આધુનિકીકરણ કરવું, બગાડ ઘટાડવો, ઉદ્યોગોની વ્યાવસાયિક સ્પર્ધાત્મકતા વધારવી અને તેમની રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક પહોંચ અને શ્રેષ્ઠતાને સુગમ બનાવવાનો છે. આ ઉપરાંત, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે MSMEને તકનીકી રીતે વિકસાવવા અને તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરવા માટે દેશભરમાં ટેકનોલોજી કેન્દ્રો (TC) અને વિસ્તાર કેન્દ્રો (EC) સ્થાપિત કર્યા છે. આ TC/EC MSME અને કૌશલ્ય ઈચ્છુકોને ટેકનોલોજી સહાય, કૌશલ્ય વિકાસ, ઇન્ક્યુબેશન અને પરામર્શ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડે છે.
આ માહિતી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ આજે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં આપી.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2200391)
आगंतुक पटल : 17