રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

2024 અને 2025માં સૂચિત 1,20,579 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ; રેલવેએ છેલ્લા 11 વર્ષમાં 5.08 લાખ નોકરીઓ પૂરી પાડી: અશ્વિની વૈષ્ણવ




કોઈ પેપર લીક નહીં, કોઈ ગેરરીતિ નહીં અને પરીક્ષાઓની નિશ્ચિતતા સાથે, રેલવેએ 59,678 જગ્યાઓ માટે પ્રથમ/સિંગલ સ્ટેજ કમ્પ્યૂટર આધારિત પરીક્ષણો પૂર્ણ કર્યા

ચાલુ ભરતીમાં ટેકનિશિયન, જુનિયર એન્જિનિયર, પેરામેડિકલ સ્ટાફ, RPF SI અને ALP જેવી સલામતી શ્રેણીઓમાં 23,000 ઉમેદવારોનો સમાવેશ થાય છે


प्रविष्टि तिथि: 03 DEC 2025 6:44PM by PIB Ahmedabad

ભારતીય રેલવેના કદ, ભૌગોલિક વિતરણ અને કામગીરીની જટિલતાને ધ્યાનમાં લેતા, ખાલી જગ્યાઓનું સર્જન અને તેને ભરવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. નિયમિત કામગીરી, ટેકનોલોજીમાં ફેરફારો, મિકેનાઇઝેશન અને નવીન પદ્ધતિઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત અને યોગ્ય માનવબળ પ્રદાન કરવામાં આવે છે. ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્યત્વે રેલવે દ્વારા ઓપરેશનલ અને તકનીકી આવશ્યકતાઓ અનુસાર ભરતી એજન્સીઓ સાથે ઇન્ડેન્ટ (માગણી) મૂકવામાં આવે છે.

વર્ષ 2024 અને 2025 ના વાર્ષિક કેલેન્ડર મુજબ, હાલમાં ભારતીય રેલવેમાં 1,20,579 ખાલી જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 દરમિયાન, સહાયક લોકો પાઇલટ્સ (ALPs), ટેકનિશિયન, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જુનિયર એન્જિનિયર્સ (JEs)/ ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS)/ કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA), પેરામેડિકલ શ્રેણીઓ, બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (સ્નાતક), બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (અંડર-ગ્રેજ્યુએટ), મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ શ્રેણીઓ અને લેવલ-1 શ્રેણીઓ (જેમ કે આસિસ્ટન્ટ, ટ્રેક મેન્ટેનર્સ અને પોઇન્ટ્સમેન) ની જગ્યાઓ ભરવા માટે 92,116 ખાલી જગ્યાઓ માટે દસ કેન્દ્રીયકૃત રોજગાર સૂચનાઓ (CENs) જાહેર કરવામાં આવી હતી.

 

59,678 જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની/સિંગલ સ્ટેજ કમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓ (CBTs) પૂર્ણ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે:-

Exam

Candidates

Cities

Languages

1st Stage CBT for the post of ALP (18,799 vacancies)

18,40,347

156

15

CBT for the post of Technician (14,298 vacancies)

26,99,892

139

15

1st Stage CBT for the post of JE/DMS/CMA (7,951 vacancies)

11,01,266

146

15

CBT for the post of RPF-SI

(452 vacancies)

15,35,635

143

15

CBT for the post of RPF-Constable (4208 vacancies)

45,30,288

147

15

CBT for Paramedical Categories (1,376 vacancies)

7,08,321

143

15

1st Stage CBT for Non-Technical Popular Category (Graduate)

(8,113 vacancies)

58,41,774

141

15

1st Stage CBT for Non-Technical Popular Category (Under Graduate) (3,445 vacancies)

63,27,473

157

15

CBT for Ministerial & Isolated categories (1,036 vacancies)

4,46,013

139

15

ALP, JE/DMS/CMA અને બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (સ્નાતક)ની જગ્યાઓ માટે બીજા તબક્કાની CBTs પણ પૂર્ણ થઈ ગઈ છે.

વિગતો નીચે મુજબ છે:: -

Exam

Candidates

Cities

Languages

2nd Stage CBT for the post of ALP (18,799 vacancies)

2,66,363

112

15

2nd Stage CBT for the post of JE/DMS/CMA (7,951 vacancies)

1,17,339

118

15

2nd Stage CBT for Non-Technical Popular Category (Graduate) (8,113 vacancies)

1,21,931

129

15

 

ALP (આસિસ્ટન્ટ લોકો પાઇલટ) ની જગ્યા માટે કમ્પ્યૂટર આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ (CBAT) પણ પૂર્ણ થઈ ગઈ છે. વિગતો નીચે મુજબ છે::-

Exam

Candidates

Cities

Languages

CBAT for the post of ALP

(18,799 vacancies)

1,32,044

84

2

 

સ્તર-1 શ્રેણીઓની 32,438 ખાલી જગ્યાઓ માટે CBT (કમ્પ્યૂટર આધારિત પરીક્ષા) 27.11.2025 થી 15 ભાષાઓમાં 140 શહેરોમાં શરૂ થઈ.

કોન્સ્ટેબલ (RPF) ની 4,208 ખાલી જગ્યાઓ માટે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) 13.11.2025 થી શરૂ થયું.

ટેકનિશિયન, જુનિયર એન્જિનિયર, પેરામેડિકલ શ્રેણીઓ, સબ-ઇન્સ્પેક્ટર (RPF) અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સ (ALP) ની જગ્યાઓ સહિતની વિવિધ જગ્યાઓ માટે 23,000 થી વધુ ઉમેદવારોની પેનલોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તેમાંના મોટા ભાગના ઉમેદવારો સલામતી શ્રેણીઓ (Safety Categories) માં છે.

વધુમાં, વર્ષ 2025 ના વાર્ષિક કેલેન્ડર મુજબ, 28,463 ખાલી જગ્યાઓ માટે સાત કેન્દ્રીયકૃત રોજગાર સૂચનાઓ (CENs) પણ બહાર પાડવામાં આવી છે.:

SN

CEN No.

Post Name

No. of Vacancies notified

Month of Notification

1

01/2025

Assistant Loco Pilots

9,970

March 2025

2

02/2025

Technicians

6,238

June 2025

3

03/2025

Para-medical

434

July 2025

4

04/2025

Section Controllers

368

August 2025

5

05/2025

Junior Engineers / Depot Material Superintendent

2,585

October 2025

6

06/2025

NTPC (Graduate)

5,810

October 2025

7

07/2025

NTPC (Under-Graduate)

3,058

October 2025

RRB (રેલવે ભરતી બોર્ડ) ની પરીક્ષાઓ સ્વભાવે તદ્દન તકનીકી (technical) હોય છે, જેમાં મોટા પાયે માનવબળ અને સંસાધનોની જમાવટ તેમજ માનવબળની તાલીમની જરૂર પડે છે. રેલવેએ આ તમામ પડકારોને પાર કર્યા અને નિર્ધારિત માર્ગદર્શિકાઓનું પાલન કરીને પારદર્શક રીતે ભરતી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પેપર લીક અથવા સમાન ગેરરીતિનો એક પણ દાખલો બન્યો નથી.

વર્ષ 2004-2005 થી 2013-2014 દરમિયાન અને તેના વિરુદ્ધમાં 2014-2015 થી 2024-2025 દરમિયાન ભારતીય રેલવેમાં થયેલી ભરતીની વિગતો નીચે મુજબ આપવામાં આવેલી છે::-

Period

Recruitments

2004-2005 to 2013-2014

4.11 lakhs

2014-2015 to 2024-2025

5.08 lakhs

આગળ, સિસ્ટમ સુધારણા તરીકે, રેલવે મંત્રાલયે ગ્રુપ 'C' ની વિવિધ શ્રેણીની જગ્યાઓ માટે ભરતી માટે 2024 થી વાર્ષિક કેલેન્ડર પ્રકાશિત કરવાની પ્રણાલી રજૂ કરી છે. વાર્ષિક કેલેન્ડરની રજૂઆતથી ઉમેદવારોને નીચે મુજબ લાભ થઈ રહ્યો છે:

ઉમેદવારો માટે વધુ તકો;

દર વર્ષે પાત્ર બનતા ઉમેદવારોને તકો;

પરીક્ષાઓની નિશ્ચિતતા;

ઝડપી ભરતી પ્રક્રિયા, તાલીમ અને નિમણૂકો.

કોન્ટ્રાક્ટ આધારિત જોડાણ (Contractual Engagement) અંગે સ્પષ્ટતા

કાર્યની તાકીદના સંજોગોમાં, નિયમિત કર્મચારીઓ જગ્યાઓ પર જોડાય ત્યાં સુધી એક કામચલાઉ વ્યવસ્થા તરીકે કરાર આધારિત જોડાણ (Contractual Engagement) નો આશરો લેવામાં આવે છે. આવું કરાર આધારિત જોડાણ સંપૂર્ણપણે કામચલાઉ અને સમય-બાધ્ય (temporary and time-bound) હોય છે, અને પ્રવર્તમાન નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર નિયમિત પસંદગી દ્વારા જગ્યાઓ ભરવામાં ન આવે ત્યાં સુધી રેલવે કામગીરીનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા માટે જ હાથ ધરવામાં આવે છે.

કોન્ટ્રાક્ટના આધારે જોડાણ (Engagement) સ્વભાવે સંપૂર્ણપણે કરાર આધારિત હોય છે અને આવા કર્મચારીઓને નિયમિત રોજગાર, સમાવેશ (absorption), અથવા રેલવે સેવામાં ચાલુ રાખવાનો કોઈ અધિકાર પ્રદાન કરતું નથી. કરાર આધારિત જોડાણ માત્ર તાત્કાલિક ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવતું હોવાથી, ભારતીય રેલવેમાં આવા કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવા (regularization) માટે કોઈ જોગવાઈ નથી.

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં પૂરી પાડવામાં આવી હતી.

 


(रिलीज़ आईडी: 2198516) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Odia , English , Urdu , हिन्दी