જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે નોઈડામાં અપર યમુના સમીક્ષા સમિતિ (UYRC)ની 9મી બેઠકની અધ્યક્ષતા કરી

प्रविष्टि तिथि: 28 NOV 2025 6:44PM by PIB Ahmedabad

અપર યમુના સમીક્ષા સમિતિ (UYRC) ની 9મી બેઠક 27.11.2025ના રોજ યમુના ભવન, નોઈડા ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલના અધ્યક્ષપદે યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મંત્રી (જળ શક્તિ) શ્રી સ્વતંત્ર દેવ સિંહ; ઉત્તરાખંડના મંત્રી (સિંચાઈ) શ્રી સતપાલ જી મહારાજ; રાજસ્થાનના મંત્રી (જળ સંસાધન) શ્રી સુરેશ સિંહ રાવત; દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCT) સરકારના મંત્રી (જળ) શ્રી પ્રવેશ સાહિબ સિંહ; અને હરિયાણાના મંત્રી (સિંચાઈ અને જળ સંસાધન વિભાગ) શ્રીમતી શ્રુતિ ચૌધરી ઉપસ્થિત રહ્યાતા. DoWR, RD & GR, CWC, CPCB, CGWB અને 6 બેસિન રાજ્યો, એટલે કે, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને NCT દિલ્હીના સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠક દરમિયાન સપાટીના પાણીના નિયમન અને વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમ કે યમુના બેસિનમાં સંગ્રહ પ્રોજેક્ટ્સનો અમલ; રાજસ્થાનના હિસ્સાનું યમુના જળ તબદીલ કરવું; યમુના નદીમાં ઇ-ફ્લો (e-Flow) જાળવવો; UYRBમાં NMCGના પ્રતિનિધિને સભ્ય તરીકે સમાવવો; વગેરે.

સમિતિએ સંતોષ સાથે નોંધ્યું કે હરિયાણા અને રાજસ્થાન રાજ્યો રાજસ્થાનના પાણીની અછતવાળા પ્રદેશમાં યમુના નદીના રાજસ્થાનના હિસ્સાનું જળ વહેલી તકે તબદીલ કરવાના પ્રોજેક્ટના અમલ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. યમુના નદીના કાયાકલ્પ માટે જરૂરી પ્રવાહ સુનિશ્ચિત કરવા સંબંધિત બાબત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ અવલોકન કર્યું કે તમામ રાજ્યોએ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની પદ્ધતિઓ અપનાવીને તેમનો વપરાશ ઘટાડવો પડશે અને યમુના નદીમાં વહેવા માટે પાણી બચાવવું પડશે. તેમણે તમામ સંબંધિત રાજ્યોને સકારાત્મક રીતે શક્યતાઓ શોધવા આહ્વાન કર્યું અને તમામ ભાગીદાર રાજ્યોને યમુના બેસિનમાં ત્રણ સંગ્રહ પ્રોજેક્ટ્સના અમલ માટે દેશના મોટા હિતમાં કામ કરવા જણાવ્યું. આ પગલાં નબળી સિઝન (lean season) દરમિયાન પાણીની ઉપલબ્ધતા સુધારવામાં તેમજ ઇ-ફ્લો સુનિશ્ચિત કરવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2196041) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी