શ્રમ અને રોજગાર મંત્રાલય
આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતની શ્રમ સંહિતાઓને આવકારી; સામાજિક સુરક્ષા અને સર્વસમાવેશક વિકાસ માટે વૈશ્વિક ગતિને પ્રકાશિત કરી
ILO મહાનિર્દેશકે સંહિતાઓના સામાજિક સુરક્ષા અને લઘુત્તમ વેતન પરના ધ્યાન પર ભાર મૂક્યો
ISSAએ ભારતની શ્રમ સંહિતાઓને વૈશ્વિક સામાજિક સુરક્ષાના પ્રયત્નોને વેગ આપવા બદલ આવકારી
Posted On:
22 NOV 2025 5:20PM by PIB Ahmedabad
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) અને ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન (ISSA) જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારત સરકાર દ્વારા 21મી નવેમ્બર 2025ના રોજ ચાર શ્રમ સંહિતાઓને અમલમાં લાવવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે. સુધારાઓને સામાજિક સુરક્ષાને મજબૂત કરવા, લઘુત્તમ વેતન માળખામાં વધારો કરવા અને સંસ્થાકીય ક્ષમતાનું નિર્માણ કરવા તરફના એક મુખ્ય પગલાં તરીકે માન્યતા આપીને, આ વૈશ્વિક સંસ્થાઓએ પ્રકાશિત કર્યું કે ભારતના પ્રયાસો સર્વસમાવેશક અને આધુનિક શ્રમ પ્રણાલીઓ પરના વ્યાપક આંતરરાષ્ટ્રીય સંવાદમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેમની ટિપ્પણીઓ વૈશ્વિક શ્રમ અને સામાજિક સુરક્ષા ધોરણોને આકાર આપવામાં ભારતના વધતા નેતૃત્વને વધુ રેખાંકિત કરે છે.
ILO મહાનિર્દેશકે ભારતના શ્રમ સુધારાઓની પ્રશંસા કરી
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ના મહાનિર્દેશકે તેમની પોસ્ટમાં જણાવ્યું: "સામાજિક સુરક્ષા અને લઘુત્તમ વેતન સહિત ભારતના નવી શ્રમ સંહિતાઓને આજની જાહેરાત સાથેના વિકાસને રસપૂર્વક અનુસરી રહ્યા છીએ. સુધારાઓનો અમલ કરવામાં આવે ત્યારે તે શ્રમિકો અને વ્યવસાય માટે સકારાત્મક રહે તેની ખાતરી કરવા માટે સરકાર, નોકરીદાતાઓ અને શ્રમિકો વચ્ચે સામાજિક સંવાદ આવશ્યક રહેશે."
ISSAએ ભારતનની શ્રમ સંહિતાઓને આવકારી
ISSA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરની તેની પોસ્ટમાં જણાવ્યું: "ભારતની શ્રમ સંહિતાઓ વધુ મજબૂત, વધુ સર્વસમાવેશક સામાજિક સુરક્ષા પ્રણાલીઓ માટેના વૈશ્વિક પ્રયાસોને વેગ આપે છે. ISSA આ સીમાચિહ્નને આવકારે છે અને કવરેજ, સુરક્ષા અને સંસ્થાકીય ક્ષમતામાં સતત રોકાણને પ્રોત્સાહિત કરે છે."
મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા આ નિવેદનો ભારતની શ્રમ સંહિતાઓને મળેલા સકારાત્મક આંતરરાષ્ટ્રીય પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને યોગ્ય વેતનને આગળ વધારવા, સામાજિક સુરક્ષા કવરેજને વિસ્તૃત કરવા અને કાર્યબળના વધુ ઔપચારિકકરણને પ્રોત્સાહન આપવા માટે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતના શ્રમ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને સુધારાઓના અસરકારક અમલની ખાતરી કરવા માટે વૈશ્વિક સંસ્થાઓ અને સ્થાનિક હિતધારકો સાથે સતત સહયોગ માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી છે.
SM/DK/GP/JD
(Release ID: 2192911)
Visitor Counter : 12