નાણા મંત્રાલય
ભારત સરકારના નાણાકીય વર્ષ 2025-26 માટે સપ્ટેમ્બર 2025 સુધીના હિસાબોની માસિક સમીક્ષા
Posted On:
31 OCT 2025 4:32PM by PIB Ahmedabad
ભારત સરકારના નાણાકીય વર્ષ 2025-26 માટે સપ્ટેમ્બર 2025 સુધીના માસિક હિસાબોનો સંકલિત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેની મુખ્ય હાઇલાઇટ્સ નીચે આપેલ છે:
ભારત સરકારને સપ્ટેમ્બર 2025સુધી ₹17,30,216 કરોડ (2025-26 માટેના બજેટ અંદાજની કુલ પ્રાપ્તિના 49.5 ટકા) પ્રાપ્ત થયા છે, જેમાં ₹12,29,370 કરોડ કર આવક (કેન્દ્રને ચોખ્ખી આવક), ₹4,66,076 કરોડ બિન-કર આવક અને ₹34,770 કરોડ બિન-દેવું મૂડી આવકનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, ભારત સરકારે રાજ્ય સરકારોને કર હિસ્સાના ટ્રાન્સફર તરીકે ₹6,31,751 કરોડ ટ્રાન્સફર કર્યા, જે પાછલા વર્ષ કરતાં ₹86,948 કરોડનો વધારો દર્શાવે છે.
ભારત સરકારનો કુલ ખર્ચ ₹23,03,339 કરોડ (2025-26 ના તત્કાલીન બજેટ અંદાજના 45.5 ટકા) હતો, જેમાંથી ₹17,22,593 કરોડ મહેસૂલ ખાતા પર અને ₹5,80,746 કરોડ મૂડી ખાતા પર હતા. કુલ મહેસૂલ ખર્ચમાંથી, ₹5,78,182 કરોડ વ્યાજ ચુકવણી પર અને ₹2,02,367 કરોડ મુખ્ય સબસિડી પર ખર્ચવામાં આવ્યા હતા.
SM/NP/GP/JD
(Release ID: 2184837)
Visitor Counter : 6