પોસ્ટેડ ઓન:
16 OCT 2025 11:16AM by PIB Ahmedabad
ખાણ મંત્રાલયે સ્ટેટ માઇનિંગ રેડીનેસ ઈન્ડેક્ષ (SMRI) અને રાજ્ય રેન્કિંગ જાહેર કર્યા છે, જે રાજ્યોમાં ખાણકામ ક્ષેત્રમાં સુધારાને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ કેન્દ્રીય બજેટ 2025-26 હેઠળ કરવામાં આવેલી જાહેરાતને પણ પૂર્ણ કરે છે.
સૂચકાંકના માળખામાં બિન-કોલસા ખનિજો સંબંધિત હરાજી કામગીરી, ઝડપી ખાણ કામગીરી,અન્વેષણ પર ભાર અને ટકાઉ ખાણકામ જેવા સૂચકાંકોનો સમાવેશ થાય છે, જે ખાણકામ ક્ષેત્રમાં રાજ્યોના પ્રદર્શનને રેખાંકિત કરવા માટે સંબંધિત છે.
SMRI હેઠળ, રાજ્યોને તેમના ખનિજ ભંડારના આધારે ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતે શ્રેણી A માં ટોચના ત્રણ સ્થાન મેળવ્યા છે, જ્યારે ગોવા, ઉત્તર પ્રદેશ અને આસામે શ્રેણી B માં ટોચના ત્રણ સ્થાન મેળવ્યા છે. શ્રેણી C માં, ટોચના ત્રણ સ્થાન પંજાબ, ઉત્તરાખંડ અને ત્રિપુરાએ મેળવ્યા છે.
SM/IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com