પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલી દરમિયાન થયેલી કમનસીબ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
27 SEP 2025 10:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલી દરમિયાન થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્ર અસરગ્રસ્ત પરિવારો સાથે એકતામાં ઉભું છે. તેમણે જરૂરી સહાય સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલી દરમિયાન થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદનાએ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે તેવી કામના કરું છું. હું બધા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."
“தமிழ்நாட்டின் கரூரில் ஓர் அரசியல் பேரணியின் போது நிகழ்ந்த துயரமான சம்பவம் மிகவும் வருத்தம் அளிக்கிறது. இந்த நிகழ்வில், தங்கள் அன்பிற்குரியவர்களை இழந்தவர்களின் குடும்பத்தினருக்கு எனது இரங்கல்களைத் தெரிவித்துக் கொள்கிறேன். இந்தக் கடினமான காலகட்டத்தில் அவர்கள் மன வலிமையைப் பெற விரும்புகிறேன். காயமடைந்தவர்கள் விரைவில் குணமடைய பிரார்த்தனை செய்கிறேன்.”
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2172359)
Visitor Counter : 10