યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

દરેક શેરી રમતનું મેદાન બનવી જોઈએ , દરેક પોડિયમ પર ભારતનો ધ્વજ ઊંચો લહેરાતો જોવા મળવો જોઈએ: ડૉ. મનસુખ માંડવિયા


કેન્દ્રીય રમતગમત મંત્રીએ નાગરિકોને ખેલકૂદને જનઆંદોલન બનાવવા અને દરેક બાળકમાં સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેમ કેળવવા વિનંતી કરી

દેશમાં અપાર પ્રતિભા છે; તેને તક, સંવર્ધન અને આદરની જરૂર છે: ડૉ. માંડવિયા
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં પ્લેકોમ બિઝનેસ ઓફ સ્પોર્ટ્સ સમિટ 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું

Posted On: 12 SEP 2025 3:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દરેક ઘરમાં રમતગમત સંસ્કૃતિને કેળવવા અને દરેક બાળકમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો કેળવવા માટે હાકલ કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, "ભારતની દરેક શેરી રમતગમતનું મેદાન બનવી જોઈએ, અને દરેક પોડિયમ ભારતનો ધ્વજ ઉંચો લહેરાતો જોવો જોઈએ." ભારતીય સંદર્ભમાં રમતગમત જીવંત, બહુઆયામી ક્ષેત્ર છે."રમતો એ જીવનશૈલી છે એ આપણાં સ્વભાવ અને સંસ્કૃતિનો ભાગ છે, એટલું જ નહીં, તે વ્યવસાય, મનોરંજન અને અર્થતંત્રનો પણ અગત્યનો અંગ છે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZXJ0.jpg

આજે નવી દિલ્હીમાં સ્પોર્ટસ્ટાર x KPMG પ્લેકોમ બિઝનેસ ઓફ સ્પોર્ટ્સ સમિટ 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, ડૉ. માંડવિયાએ રમતગમતને એક જન ચળવળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે દરેક નાગરિક સાથે પડઘો પાડે. તેમણે સંડે ઓન સાયકલ્સ જેવી પહેલોને સ્થાનિક સ્તરે લોકોની સીધી ભાગીદારીનું પ્રતિક ગણાવી અને જણાવ્યું કે રમતગમતની સંસ્કૃતિ દરેક ઘર માં સમાવી જોઈ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002AMOU.jpg
 

ડૉ. મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના રમતગમત ક્ષેત્રમાં થયેલા સુધારાઓની શ્રેણી પર ભાર મૂક્યો. તેમણે "ફિટ ઇન્ડિયા" અને "ખેલો ઇન્ડિયા" જેવી પહેલોના મહત્વનો પુનરોચ્ચાર કર્યો, અને કહ્યું કે તેમણે નાગરિકોમાં જાગૃતિ અને ઉત્સાહ સફળતાપૂર્વક ઉત્પન્ન કર્યો છે. "રમતગમતમાં આપણ સતત સુધારા લાવવા જોઈએ. આપણી પાસે દેશમાં અપાર પ્રતિભા છે. તેને તક, પોષણ અને આદરની જરૂર છે."

કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધનમાં ભારતને વિશ્વના ટોચના પાંચ રમતગમત દેશોમાંના એક બનાવવા માટે એક બોલ્ડ, વ્યાપક વિઝનની રૂપરેખા આપી. રમતગમતમાં નીતિ અને સુશાસનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું, "અમે પહેલાથી જ ભારતન રમતગમત ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવા માટે 10-વર્ષ અને 25-વર્ષની વ્યૂહાત્મક યોજના પર કામ કરી રહ્યા છીએ. આ લાંબા ગાળાની યોજના આપણને વિકાસ ભારત તરફ દોરી જશે અને પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ભારતને વિશ્વના ટોચના પાંચ રમતગમત દેશોમાં સ્થાપિત કરશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0037LUQ.jpg


એક મજબૂત સંસ્થાકીય માળખાની જરૂરિયાત પર ભાર મૂકતા, ડૉ. માંડવિયાએ રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025 ને એક સીમાચિહ્નરૂપ કાયદો ગણાવ્યો જે વિવાદ નિવારણ માટે સમર્પિત પદ્ધતિઓ સાથે રમતવીર-કેન્દ્રિત શાસન સુનિશ્ચિત કરશે, અને નિર્ણય લેતી સંસ્થાઓમાં મહિલાઓ માટે પ્રતિનિધિત્વ ફરજિયાત બનાવશે. "મહિલાઓએ માત્ર ભાગ લેવો જ નહીં, પરંતુ તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે પણ અવકાશ હોવ જોઈએ. આ કાયદો રમતગમત શાસનમાં મહિલાઓનું મજબૂત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે અને તેમને નેતૃત્વ કરવા માટે સંસ્થાકીય પ્લેટફોર્મ પૂરું પાડશે," તેમણે ઉમેર્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KVAM.jpg

ડૉ. માંડવિયાએ ખેલો ભારત નીતિ - 2025 તરફ ધ્યાન દોર્યું, જે વ્યાપક હિસ્સેદારોની સલાહ અને વૈશ્વિક બેન્ચમાર્કિંગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. "અમે રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ભવિષ્ય માટે તૈયાર, સમાવિષ્ટ અને પ્રદર્શન-લક્ષી નીતિ ડિઝાઇન કરવા માટે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓનું વિશ્લેષણ કર્યું છે," તેમણે કહ્યું. યુવાન વયથી જ આશાસ્પદ રમતવીરોને ઓળખી શકે અને તેમને ટેકો આપી શકે તેવી સક્ષમ ઇકોસિસ્ટમ બનાવવા પર ભાર મૂકતા, તેમણે ઉમેર્યું, "એકેડમી અને વ્યાવસાયિક લીગ વિકસાવવાની સંસ્કૃતિ સમગ્ર દેશમાં ફેલાવવી જોઈએ."

કેન્દ્રીય મંત્રીએ તેમના સંબોધનનું સમાપન એકીકૃત કાર્યવાહી માટે હાકલ સાથે કર્યું. "ભારતન રમતગમત મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે સરકાર, ઉદ્યોગ, સંસ્થાઓ અને સૌથી મહત્વપૂર્ણ લોકોના સામૂહિક પ્રયાસોની જરૂર છે,"

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005YCZY.jpg


ડૉ. માંડવિયાએ ભારત મંડપમમાં કોન્ક્લેવના પરિસરમાં સ્પોર્ટ્સ ટેક અને મેન્યુફેક્ચરિંગ એક્સ્પોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રીમતી પીટી ઉષા, ધ હિન્દુ ગ્રુપના અધ્યક્ષ ડૉ. નિર્મલા લક્ષ્મ, સ્પોર્ટસ્ટારના સંપાદક શ્રી અયોન સેનગુપ્તા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/GP/JD


(Release ID: 2166076) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Marathi